– મૃતકના પુત્રએ કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
– પીપળ ગામના આધેડ બાઈક પર ગાય માટે ઘાસચારો લઈને આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : ગઢડા તાલુકાના પીપળ ગામે રહેતા આઘેડ બાઈક પર ગાય માટે ઘાસચારો લઈને પરત આવી રહ્યાં હતા ત્યારે પીપળ-તતાણા ગામ વચ્ચે કાર સાથે અકસ્માત સર્જાતા આધેડનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગઢડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઢડા તાલુકાના પીપળ ગામે રહેતા ગોપાલભાઇ કાળુભાઇ ડુંગરાણી પોતાના ઘરેથી જીજે-૦૯-પી-૪૪૭૩ નંબરની બાઈક લઈને લક્ષ્મણભાઈ નાગજીભાઇ કળથીયાની વાડીએ ગાય માટે ઘાસચારો લેવા ગયા હતા અને ઘાસચારો લઈને પરત આવતા હતા તે વખતે પીપળ ગામેથી તતાણા બાજુ આવતી કાર નં.