– મહુવા-સાવરકુંડલા હાઈ-વે પર સર્જાયો અક્સમાત
– હોસ્પિટલના કામ અર્થે નાની ખેરાળીથી મહુવા આવતાં દંપતિને તાવેડા નજીક અકસ્માત નડયો : પતિને પણ ગંભીર ઈજા
મહુવા : મહુવા-સાવરકુંડલા હાઈ-વે પર તાવેડાના પાટિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલક પતિની નજર સામે પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક પતિને ગંભીર ઈજા પહોંચી હતી. રાજુલાના નાની ખેરાળી ગામેથી દવાખાનાના કામ અર્થે દંપતિ મહુવા આવી રહ્યું હતું ત્યારે તાવેડાના પાટિયા પાસે તેમને અકસ્માત નડયો હતો. બનાવ સંદર્ભે મહુવા ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.