30 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 15, 2024
30 C
Surat
રવિવાર, ડિસેમ્બર 15, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદKhyati Hospitalને લઈ મોટો ખુલાસો, એક વર્ષમાં મેળવ્યો મોટો નફો, જુઓ Video

Khyati Hospitalને લઈ મોટો ખુલાસો, એક વર્ષમાં મેળવ્યો મોટો નફો, જુઓ Video


ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો થયો છે જેમાં રાજશ્રી કોઠારીની ધરપકડ બાદ ખુલાસો થયો છે,પોલીસ તપાસમાં મોટી હકીકત સામે આવી છે જેમાં ખ્યાતિના માલિકોએ અન્ય હોસ્પિટલ ભાડે રાખી હતી અને એશિયન બેરીયાટીક હોસ્પિટલ ભાડે રાખી હતી જેમાં ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરતા પહેલા આ હોસ્પિટલ ભાડે રાખી હતી તો મહિને 16 લાખ રૂપિયાના ભાડે રાખી હતી હોસ્પિટલ અને વર્ષ 2020 માં એશિયન બેરીયાટીક ભાડે રાખી હતી.

એક વર્ષના સમયમાં હોસ્પિટલે 6 કરોડનો નફો કર્યો

એક વર્ષના સમયગાળામાં હોસ્પિટલે સારો એવો નફો કર્યો છે,4 પાર્ટનરોના ભાગે આવ્યા 1.50-1.50 કરોડ રૂપિયા અને નફાના રૂપિયાથી ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી સાથે સાથે એશિયન બેરીયાટીકના સ્થાને ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી જેમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત પાર્ટનર હતા અને સંજય પટોડીયા અને રાજશ્રીનો પતિ હતો પાર્ટનર.

અગાઉ રાજશ્રીએ ત્રણ કેસમાં કરી હતી આગોતરા જામીન અરજી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારી ધરપકડથી બચવા માટે ત્રણ કેસમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અંગે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં તેમના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, હું નિર્દોષ છું, મારે આ કેસ સાથે કોઈ જ લેવાદેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે, ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું. તેથી જામીન પર મુક્ત કરવા જોઈએ.

હોસ્પિટલમાં ડિરેક્ટર રાજશ્રી અને પ્રદીપનો 3.61 ટકા હિસ્સો

હોસ્પિટલમાં ડિરેક્ટર રાજશ્રી અને પ્રદીપનો 3.61 ટકા હિસ્સો છે, હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટિંગ મળતી હતી. જેમાં તેઓ વધુને વધુ ગામોમાં ફ્રી કેમ્પ યોજવાનું નક્કી કરતા હતા. ત્યારબાદ તેઓ ગામમાંથી જે દર્દીઓના PMJAY કાર્ડ હોય તેવા દર્દીઓ શોધી કાઢતા હતા. તેઓ દર્દીઓને બીમારીના ઓથા હેઠળ ડરાવતા હતા અને ત્યારબાદ હોસ્પિટલ લાવતા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરી દેવામાં આવતું હતું.

આરોપી કાર્તિક પટેલ હજી ફરાર

ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં નાસતા ફરતા આરોપી ચેરમેન ડો.કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીમાં શહેર ક્રાઈમબ્રાન્ચ દ્રારા સોગંદનામું રજૂ કરી આરોપીને કોઈપણ સંજોગોમાં જામીન નહીં આપવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ તરફથી એવો મોટો ખુલાસો કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો હતો કે, આરોપી ચેરમેન કાર્તિક પટેલ દ્વારા જ માર્કેટીંગ ટીમને વધુમાં વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા અને વધુમાં વધુ અમદાવાદ શહેર અને તેની આસપાસના ગામડાઓના વિસ્તારોના ક્લીનીક્સના ડોક્ટર્સનો સંપર્ક કરી PMJAY કાર્ડધારક વ્યક્તિઓને મોટી સંખ્યામાં સારવારના બહાને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવા ફરમાન કરાતું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય