ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ સૌથી મોટો ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે,જેમાં આરોપી ચિરાગ રાજપૂત વાર્ષિક 90 લાખ રૂપિયા લેતો હોવાની વાત સામે આવી છે.આરોપી ચિરાગ રાજપૂતની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે જેમાં અન્ય આરોપી વાર્ષિક 40 લાખનો પગાર લેતા હતા,આ સમગ્ર કેસને લઈ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
હેલ્થ વિભાગ પર ક્રાઇમ બ્રાન્ચની નજર
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની હેલ્થ વિભાગ પર પણ નજર છે કેમકે,છેલ્લા 4 દિવસથી ઓડીટ રિપોર્ટ આવ્યો નથી તેમજ વર્ષ 2021થી ખ્યાતિ હોસ્પિટલનો ઓડીટ રિપોર્ટ માંગ્યો છે તેમાં પણ કોઈ ઠેકાણા નથી એટલે જયારથી આ હોસ્પિટલ બની ત્યારથી બધુ ભગવાન ભરોસે જ ચાલી રહ્યું છે,માત્ર આરોપીઓ એટલે કે ડોકટરો ધરાઈને રૂપિયા કમાયા છે.હેલ્થ વિભાગના અધિકારીઓની મિલીભગત અંગે કાર્યવાહી કરવામાં આવશે અને તેમની પૂછપરછ પણ થઈ શકે છે.
બે આરોપીઓ હજી ફરાર
જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉ.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિકાંડના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે.પોલીસ તેમને શોધવા માટે પ્રયત્નો તો કરે છે પરંતુ પોલીસની હાથતાળી આપી આરોપીઓ હજી ફરાર છે.
જાણો કેટલા રૂપિયા લીધા
01-કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરીના 14.43 કરોડ લીધા
02-4 લાખથી વધારે ખર્ચની 2 સર્જરી પેટે 9.06 લાખ લીધા
03-3 થી 4 લાખના ખર્ચની 6 સર્જરી પેટે 19.59 લાખ લીધા
04-2 થી 3 લાખના ખર્ચની 24 સર્જરી પેટે 61 લાખ લીધા
05-1.50થી 2 લાખથી ખર્ચની 226 સર્જરી પેટે 3.85 કરોડ લીધા
06-1 થી 1.50 લાખની ખર્ચની 886 સર્જરી પેટે 10.59 કરોડ લીધા
07-1 લાખથી ઓછા ખર્ચની 12,779 સર્જરીઓ કરી
08-12,779 સર્જરીઓના ખર્ચ પેટે 11.15 કરોડ રૂપિયા પડાવ્યા