20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશUP: CM યોગી સરકારનો મોટો આદેશ, હોટલ રેસ્ટોરન્ટને લઇને લેવાયો આ નિર્ણય

UP: CM યોગી સરકારનો મોટો આદેશ, હોટલ રેસ્ટોરન્ટને લઇને લેવાયો આ નિર્ણય


આપણે જાણીએ છીએ કે સમાચારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. ભોજનમાં મિલાવટ અને ભેળસેળના સમાચારો સામે આવે છે. ત્યારે ભોજનમાં ભેળસેળ કરનારાઓની હવે ખેર નહી રહે. કારણ કે સીએમ યોગી દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટને લઇને મોટો નિર્ણય લેવાયો છે.

હોટલ અને ઢાબા માલિકો માટે આદેશ 

સીએમ યોગીએ  હોટલ, ઢાબા તથા રેસ્ટોરન્ટને લઇને કેટલાક આદેશ આપ્યા છે.  જે મુજબ  ફૂડ સેન્ટર પર માલિકનું નામ લખવાનું રહેશે.  વળી રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન પણ કરવાનું રહેશે. ઢાબા અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી લગાવવાના રહેશે. સાથે જ સીએમ યોગીએ જણાવ્યું કે ભોજનમાં મિલાવટ કરનારા સામે કડક કાર્યવાહી થશે. 

સહન નહી થાય…

મહત્વનું છે કે સીએમ યોગીએ આજે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી આ બેઠકમાં આ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. સીએમ યોગીએ બેઠકમાં જણાવ્યું કે જ્યુસ, દાળ રોટી જેવા ખોરાકની વસ્તુઓમાં અખાદ્ય વસ્તુની મિલાવટ કરવી બીભત્સ છે. આ બધુ સહન નહી કરવામાં આવે છે. આવા રેસ્ટોરન્ટ અને ઢાબા અને હોટલ્સની સઘન તપાસ કરાશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય