મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. નવસારી જિલ્લામાં NH 48 પર બ્રિજનું બાંધકામ પૂર્ણ થયુ છે. તેમાં 210 મીટર લાંબા PSC બ્રિજનો વીડિયો સામે આવ્યો છે. નવસારી જિલ્લાના સિસોદરા ગામ પાસે પુલ બનાવ્યો છે. આ બ્રિજ બીલીમોરા અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે.NH-48એ દેશના સૌથી વ્યસ્ત હાઇવેમાંથી એક છે.
નેશનલ હાઈવે 48 દિલ્હી અને ચેન્નાઈને જોડે છે
નેશનલ હાઈવે 48 દિલ્હી અને ચેન્નાઈને જોડે છે. તેમાં નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર 210 મીટર લાંબા PSC બ્રિજનું બાંધકામ પૂર્ણ થયુ છે. આ પુલ 01 ઓક્ટોબરે પૂર્ણ થયો હતો. આ પુલ નવસારી જિલ્લાના સિસોદરા ગામમાં બનેલ છે. આ બ્રિજ બીલીમોરા અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. NH-48એ દેશના સૌથી વ્યસ્ત હાઇવેમાંથી એક છે, જે દિલ્હી અને ચેન્નાઈને જોડે છે. 2026માં સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન કરવાની સરકારની યોજના છે. હાલ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનું કાર્ય પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. જેના પગલે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને લઇને એક પછી એક અપડેટ સામે આવી રહ્યાં છે.
નેશનલ હાઇવે-48 પર 210 મીટર લાંબો પીએસસી બ્રીજ બનાવવામાં આવ્યો
આ પ્રોજેક્ટ સંબંધિત નવા અપડેટ અનુસાર નવસારી જિલ્લામાં બિલીમોરા અને સુરત વચ્ચે નેશનલ હાઇવે-48 પર 210 મીટર લાંબો પીએસસી બ્રીજ બનાવવામાં આવ્યો છે. આ બ્રીજનું નિર્માણ કાર્ય 1 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયું હતું. મુંબઇ-અમદાબાદ બુલેટ ટ્રેન કોરિડોરની વાયરડક્ટ ગુજરાતના નવસરી જિલ્લાના સિસોદરા ગામમાં દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે નેશનલ હાઇવે (48 (ગુજરાત અને મહારાષ્ટ્ર દ્વારા) પર પસાર થઈ રહ્યો છે. આ 210 મીટર લાંબો બીજો પીએસસી બોક્સ-સેગમેન્ટ બ્રીજ છે. જેનુ નિર્માણ હાઇવે પર બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડ દ્વારા કરવામાં આવ્યું છે. બ્રીજમાં 72 સેગમેન્ટ છે. જેમાં 40 + 65 + 65 + 40ના ચાર સ્પેન છે. આ બ્રિજ બિલીમોરા અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આકાર પામ્યો છે.