ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવવા જઈ રહ્યું છે.આ માટે કમલમમાં સતત બેઠોકોનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપ સંગઠનમાં કેટલાક જિલ્લાઓને ૨ શહેર પ્રમુખ મળી શકે છે. નોંધીનીય છે કે ૯ થી ૧૨ ડીસેમ્બર દરમિયાન વોર્ડ-મંડળ પ્રમુખ સેન્સ પ્રક્રિયા ચાલવાની હતી જે હવે ૧૫ ડીસેમ્બર પછી હાથ ધરાશે. અમદાવાદ ઉપરાંત કચ્છ અને બનાસકાંઠાને મળી શકે છે ૨ પ્રમુખ.
અમદાવાદ શહેરમાં બે સંગઠન બનાવવા ભાજપની તૈયારીઓ
ભાજપ દ્વારા અમદાવાદ શહેરને ૨ વિભાગમાં વહેંચવાની તૈયારીઓ કરાઇ રહી છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરના વધેલા વ્યાપને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના બે ભાગ પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વિભાજિત કરવામાં આવશે.
કર્ણાવતી પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગમાં કરાશે વિભાજિત
અમદાવાદ શહેર દિવસેને દિવસે ચોતરફ ફેલાતું જઈ રહ્યું છે ત્યારે ભાજપ દ્વારા વધુ મજબૂત સંગઠન અને સરળતા માટે તેના બે ભાગ કરવા જઈ રહી છે. ત્યારે વિસ્તારની દ્રષ્ટિએ અમદાવાદ શહેરને કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજન થશે.
બે પ્રમુખો સહિત સંગઠનના હોદ્દેદારોની કરાશે નિમણૂંક
કર્ણાવતી પૂર્વ અને પશ્ચિમ ભાગ કરી તેમાં બે પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. બે પ્રમુખોની નીચે સંગઠનનું માળખું રચાશે. આ સાથે વિવિધ મોરચાઓમાં હોદ્દેદારોની પણ નિમણૂંક કરવામાં આવશે. તેમાં વોર્ડ પ્રમુખથી લઈ તમામ મોરચા અને સભ્યો નિમાશે.અમદાવાદ શહેરના વધતા વ્યાપને લઇ સંગઠન મજબૂત કરવા માટે આયોજન કરાયું હોવાનું મનાય છે.
હાલ ભાજપમાં સંગઠન પુનર્રચનાની કામગીરી ચાલુ
ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન ચાલી રહ્યું છે.બે પ્રમુખ આપીને કેટલાક સભ્યોની ઈચ્છાઓ સંતોષી શકાય છે. આ સાથે જ સંગઠનમાં પણ હોદ્દાઓ આપી વધુ આગેવાનોને સાચવવાનો પ્રયાસ ભાજપ કરવા જઈ રહ્યું હોય તેવું લાગે છે.