35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છBhuj: હમીરસર તળાવ પાણીથી છલકાયુ, નગરપાલિકા પ્રમુખે નવા નીરના કર્યા વધામણાં

Bhuj: હમીરસર તળાવ પાણીથી છલકાયુ, નગરપાલિકા પ્રમુખે નવા નીરના કર્યા વધામણાં


  • હમીરસર તળાવ ક્યારે છલકાય તેની રાહ છેલ્લા કેટલાક દિવસોથી ભુજવાસીઓ જોઈ રહ્યા હતા
  • ભૂજમાં વર્ષ 1953માં સૌપ્રથમ વખત હમીરસર તળાવ છલકાયુ હતું
  • અત્યાર સુધીમાં 28મી વખત હમીરસર તળાવ છલકાયુ
કચ્છના ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ કચ્છીઓની લાગણીનું પ્રતિક છે અને સતત ત્રીજા વર્ષે ધોધમાર વરસાદના કારણે હમીરસર તળાવ પાણીથી છલકાઈ ઉઠ્યુ છે. ત્યારે આજે ભુજના નગરપતિ રશ્મિબેન સોલંકી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તળાવના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.
450 વર્ષ જૂનું હમીરસર તળાવ પાણીથી છલકાયુ
રાજાશાહી સમય વખતનું અને 450 વર્ષ જૂનું હમીરસર તળાવ પાણીથી છલકાય ત્યારે રાજા દ્વારા તળાવને વધાવવામાં આવતું હતુ. ત્યારબાદ આઝાદી પછી 1952માં ભુજ નગરપાલિકાની સ્થાપના થઈ અને વર્ષ 1953માં સૌપ્રથમ વખત હમીરસર તળાવ છલકાયુ હતું અને ત્યારે પ્રથમ વખત ભુજના નગરપતિ કુન્દનલાલ ધોળકિયાએ પ્રથમ વખત વધાવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 28મી વખત હમીરસર તળાવ છલકાયુ છે. જે હાલના ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી દ્વારા વધાવવામાં આવ્યું હતું.
ગઈ કાલે રાત્રે તળાવ છલકાવા લાગ્યું હતું
આ સાથે જ નગરજનોને મેઘલાડુંનો જમણવાર પણ નગરપાલિકા દ્વારા કરાવવામાં આવે છે. હમીરસર તળાવ ક્યારે છલકાય તેની રાહ છેલ્લા કેટલાક દિવસોથી ભુજવાસીઓ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે 11:15 વાગ્યે તળાવ છલકાવા લાગ્યું હતું અને આજે વહેલી સવારથી જ લોકો તળાવ જોવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હતા. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી દ્વારા શ્રીફળ તળાવમાં પધરાવી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.
ભૂજમાં કલેક્ટર દ્વારા તમામ કચેરીઓ અને શાળામાં રજા જાહેર કરવામાં આવી
ત્યારે તળાવને વધાધવાના સમયે મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટી પડયા હતા અને વધામણાં સમયની ક્ષણનો આનંદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે સંભવિત રાજ્યમાં એક માત્ર શહેર ભુજમાં જ કોઈ તળાવ છલકાઈ ત્યારે તેની સરકારી જાહેર રજા આપવામાં આવે છે. આ પરંપરા 1970થી ચાલી આવે છે. આજે કચ્છ કલેકટરે આ પરંપરાને જાળવી રાખી તળાવ છલકાઈ જતાં ભુજમાં આવેલી રાજ્ય સરકારની જિલ્લા કક્ષાની તમામ કચેરીઓમાં, શાળા કોલેજોમાં જાહેર રજા જાહેર કરી હતી. અત્યાર સુધીમાં કુલ 28મી વખત હમીરસર તળાવ પાણીથી છલોછલ ભરાયું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય