મહુવામાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ આવક નોંધાઇ છે. APMCમાં 3.20 લાખ કટ્ટા ડુંગળીની આવક થઇ છે. જેમાં 2.40 લાખ કટ્ટા લાલ ડુંગળીની આવક જ્યારે 80,000 કટ્ટા સફેદ ડુંગળીની આવક થઇ છે. વધારે આવકથી ડુંગળીના ભાવ ઘટ્યા છે. ડુંગળીના ભાવ 20 કિલોએ 400 રૂપિયા ઘટ્યા છે. ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ડુંગળીની નિકાસ જકાત ઘટાડવા ખેડૂતોની માગ ઉઠી છે.
મહુવામાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીથી છલકાયું છે. ટોટલ 3 લાખને 20,000 ડુંગળીના કટ્ટાનીઆવક થઇ છે. જેમાં 2,40,000 લાલ ડુંગળીના કટ્ટા અને 80,000 સફેદ ડુંગળીના કટ્ટાની આવક નોંધાઇ છે. છેલ્લા 8 દિવસ મા 20 kg એ અંદજીત 400 રૂપિયા ભાવ ગગડયા છે. જ્યારે માર્કેટમાં વધારે ડુંગળીની આવકના કારણે ડુંગળીના ભાવ હાલ 200થી 300 લાલ ડુંગળીનો ભાવ જ્યારે સફેદના 300થી 350 ભાવ ઘટ્યા છે.
અંદાજ અંદાજે 20 વધુ રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માર્કેટિંગ યાર્ડમાં ઉમટી પડ્યા છે. ડુંગળીના નીચા ભાવના કારણે ખરીદીમા તેજી જોવા મળી છે. આવીજ રીતે રોજિંદા ભાવ ની માર્કેટ નીચી જતા ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી તેમજ આવક કરતા ખર્ચ વધારે થાય છે. ડુંગળી પકવતા ખેડૂતોને હાલ ભાવ નીચે ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એક્સપોર્ટ માટે 20% ટકા ડ્યુટી લેવામાં આવે છે કે સરકાર દ્વારા બંધ કરવી જોવે તો ખેડૂતને મોટા પ્રમાણમા ફાયદો થાય તેવી સંભાવના ખેડૂતો દ્વારા વ્યથા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ છેલ્લા 3 દિવસમા મોટા પ્રમાણમા ડુંગળીની આવક થતા નવી જાહેરાત ન થાય સુધી મહુવા યાર્ડમાં નવી ડુંગળીની આવક લાવવાની મનાઈ ફરમાવામાં આવી છે.