22 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
22 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar: માથાભારે શખ્સોનો ડર દૂર કરવા તળાજામાં અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ

Bhavnagar: માથાભારે શખ્સોનો ડર દૂર કરવા તળાજામાં અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ


ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં અસામાજિક તત્વોનો આંતક ખતમ કરવા પોલીસ એક્શન મોડમાં આવી છે. તળાજા પોલીસ દ્વારા તીક્ષ્ણ હથિયાર સાથે પકડાયેલ હાજી બાવનકા અને હુસેન બાવનકા નામના બંને શખ્સની સરભરા પોલીસએ કરી.

તળાજા પોલીસ દ્વારા ગઈકાલે કોમ્બિંગ પેટ્રોલિંગમાં હતી એ સમયે આ બંનેના ઘર ઉપરથી તિક્ષ્ણ હથિયારનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. આજે આ બંને ઈસમને તળાજા વિસ્તારની શેરીઓમાં જાહેરમાં સરભરા કરાવી કાયદાનું ભાન કરાવ્યુ. અગાઉ પણ આ બંને શખ્સો વિરુદ્ધ આઈપીસીની કલમ 325 મુજબ ગુનો દાખલ થયો હતો જેમાં બંને ઈસમો ફરાર હતા.

આરોપીના ઘરમાંથી હથિયારોનો જથ્થો મળ્યો હતો

તળાજામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને માથાભારે તત્ત્વોને ડામવા માટે સ્થાનિક અને જિલ્લા પોલીસે સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધરી માથાભારે તત્ત્વોના મકાનમાં તલાશી લેતા ઘરમાંથી છરી, કોયતા, તલવાર, ધારિયા સહિતના ઘાતક હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ હથિયારો સાથે પોલીસે બે શખ્સને ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

50થી વધુ ઘાતક હથિયાર મળી આવ્યા

તળાજામાં ગુંડાઓ ઉપર ધાક બેસાડવા અને આમ જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવા માટે જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમ તળાજા દોડી આવી હતી. એસપીની આગેવાનીમાં એએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, દાઠા પીએસઆઈ, તળાજા પોલીસ અને મહિલા પોલીસના કાફલાની વિસ્તાર વાઈઝ અલગ-અલગ પાંચ ટીમ બનાવી તળાજા શહેરના હુડકો, ઓડવાડા, પંચશીલ તેમજ પાવઠી ગામમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ઘરે જઈ કોમ્બિંગ હાથ ધરી તપાસ કરવામાં આવતા ખાટકીવાડ વિસ્તારમાં રહેતો હાજી હુસેનભાઈ બાવનકા તેમજ ગોરખી દરવાજા પાસે રહેતો હુસેન અલ્લારખાભાઈ બાવનકા નામના શખ્સના ઘરમાંથી જીવલેણ હથિયારોનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ બન્ને શખ્સના ઘરમાંથી છરી, કોયતા, તલવાર, ધારિયા જેવા 50થી વધુ ઘાતક હથિયાર મળી આવતા કબજે કરી પોલીસે બન્ને શખ્સની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત પોલીસે મુખ્યમાર્ગો પર ફૂટ પેટ્રોલીંગ તેમજ નિયમનો ભંગ કરતા વાહનચાલકો સામે તવાઈ બોલાવી બાઈક, કાર સહિત 77 વાહનના ચાલક સામે દંડનિય કાર્યવાહી કરી પાવતી પકડાવી રૂા.26,200નો સ્થળ પર દંડ વસૂલ્યો હતો. તેમજ તળાજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસને જાણ કર્યા વિના મકાન ભાડે આપનાર 17 જેટલા મકાનમાલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય