35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar: ગ્રાન્ટૅડ શાળાઓમાં કારકુન અને પટ્ટાવાળાની તાકીદે ભરતી નહી કરાયતો મુશ્કેલી સર્જાશે

Bhavnagar: ગ્રાન્ટૅડ શાળાઓમાં કારકુન અને પટ્ટાવાળાની તાકીદે ભરતી નહી કરાયતો મુશ્કેલી સર્જાશે


  • શિક્ષણ બોર્ડના વિનિમયની જોગવાઈ અનુસાર
  • મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારના છાત્રો માટે ગ્રાન્ટૅડ શાળા આર્શિવાદ સમાન
  • ફાયર સેફ્ટી માટે તાકીદે સરકાર તરફ્થી ફાયરના સાધનો વસાવી આપવા માટે શાળા સંચાલકોએ માંગ કરી છે

છેલ્લા 15 વર્ષથી ગ્રાન્ટૅડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની ભરતી થઈ નથી, શિક્ષણ બોર્ડના વિનિમયની જોગવાઈ અનુસાર ગ્રાન્ટૅડ શાળાઓમા કલાર્ક અને પટ્ટાવાળાની જૂની પદ્ધતિથી તાકિદે ભરતી નહી કરવામા આવે તો વહીવટમા મુશ્કેલી સર્જાશે. તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.વર્તમાન સમયમા શાળાઓમાં ઓનલાઈન કામગીરી વધી ગઈ હોવાથી તેમજ શિક્ષણ વિભાગ દ્વારા અવારનવાર માહિતીઓ માંગવામા આવતા કલાર્ક નહી હોવાથી ગ્રાન્ટૅડ શાળાઓના આચાર્યોને હાડમારી વેઠવી પડી રહી હોવાનો કકળાટ થઈ રહ્યો છે.

આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, ગ્રાન્ટેડ શાળામાં ગ્રાન્ટના સ્લેબમાં અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ-9 થી ધો-12 ફી વિકલ્પવાળી શાળાઓની ફીમાં વધારો કરવો જરૂરી હોવાનુ શાળા સંચાલકોએ જણાવ્યુ હતું. ફાયર સેફ્ટી માટે તાકીદે સરકાર તરફ્થી ફાયરના સાધનો વસાવી આપવા માટે શાળા સંચાલકોએ માંગ કરી છે. જ્ઞાન સહાયક અને જૂના સહાયકની ભરતી અગાઉ તા. 7-12-23ના ઠરાવ અનુસાર શિક્ષકની મંજૂરી અપાય તે માટે કમિશનર ઓફ્ સ્કૂલે આપેલા માર્ગદર્શક સૂચનાના સુધારો કરવા માંગણી શાળા સંચાલકોએ માંગણી કરી હોવાનુ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.

ફીમા વધારો કરવા રજૂઆત !!

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ધો-1થી ધો-8ની ખાનગી પ્રાથમિક શાળાઓમાં અને ધો. 9, 10 માધ્યમિક તથા ધો-11, ધો-12 ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં F.R.C. કમિટિ દ્વારા મિનિમમ ફીમાં વધારો કરવા માટે ઉચ્ચકક્ષાએ શાળા સંચાલક મંડળે રજૂઆત કરી હોવાનુ જાણવા મળ્યુ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય