ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. પૂર્વ મેયરને રખડતા ઢોરએ અડફેટે લેતા ઇજા પહોંચી. પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયાને રખડતા ઢોરએ અડફેટે લીધા. શહેરના રૂપાણી સર્કલથી આતાભાઈ ચોક તરફ જઈ રહેલા પૂર્વ મેયરને રખડતા ઢોરએ અડફેટે લીધા. પૂર્વ મેયરને માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અગાઉ પણ રસ્તે રખડતા ઢોરના કારણે પૂર્વ ડેપ્યુટી મેયરનું મોત નીપજ્યું હતું. છાશવારે રખડતા ઢોર લોકોને અડફેટે લેતા હોય છે પરંતુ મનપાનું તંત્ર કાર્યવાહી કરતું નથી.
શહેરના અનેક વિસ્તારમાં ઢોરનો ત્રાસ
શહેરના કાળુભા રોડ, કુંભારવાડા, સુભાષનગર, સંતકવરામ ચોક, માધવ દર્શન, વાઘાવાડી રોડ, કાળાનાળા, સંસ્કાર મંડળ, ઘોઘા જકાતનાકા, ચિત્રા માર્કેટીંગ યાર્ડ, બજાર વિસ્તારની શાકમાર્કેટ, ગંગાજળીયા તળાવ, બંદર રોડ વગેરે વિસ્તારમાં રોડ પર ઢોર અડીંગો જમાવી બેસેલા હોય છે, જેના પગલે વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન થતા હોય છે. કેટલાક રોડ પર ઢોર બેસી જતા ચાલવાની પણ જગ્યા રહેતી નથી અને વાહન ચાલકોએ ઢોરને કાઢવા માટે ગાડીમાંથી નીચે ઉતરવુ પડતુ હોય છે. શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે ત્યારે મહાપાલિકા લાલ આંખ કરવી જરૂરી બની રહે છે અને પરિણામલક્ષી કામગીરી થાય તેવુ જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે. ઢોરના પગલે રોડ પર અકસ્માતની ભીતિ રહેલી છે ત્યારે મહાપાલિકાએ વધુમાં વધુ રખડતા ઢોર પકડવાની કામગીરી જરૂરીયાત છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.