35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar: દિવાળીમાં તા. 27 થી 29 ઓક્ટોબર દરમિયાન 135 એક્સ્ટ્રા બસો દોડશે

Bhavnagar: દિવાળીમાં તા. 27 થી 29 ઓક્ટોબર દરમિયાન 135 એક્સ્ટ્રા બસો દોડશે


આગામી દિવાળીના તહેવારો દરમ્યાન લોકો પોતાના વતન તરફ પ્રવાસ કરતાં હોય મહત્તમ પ્રજાને જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા.27-10-2024 થી તા.29-10-2024 સુધી વિભાગના તમામ 8 (આઠ) ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામા આવેલ છે.

ભાવનગર/બોટાદ જિલ્લાના મહત્તમ રત્ન કલાકારો સુરત તથા આસપાસના વિસ્તારમાં સ્થાયી થયેલ હોઈ તેઓને વતન પરત લાવવા ભાવનગર વિભાગ દ્વારા તા.26-10-2024 થી તા.29-10-2024 સુધી કુલ 135 બસો સુરત મોકલવામા આવશે.

જેમાં તા.27-10-2024ના રોજ 50 એકસ્ટ્રા બસ, તા.28-10-2024ના રોજ 60 એક્સ્ટ્રા બસ, તા.29-10-2024 ના રોજ 25 એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આ બસોનો લાભ આવતાં જતાં બન્ને તરફ એસ. ટી. બસનો લાભ જાહેર જનતાને મળી શકે તે હેતુથી આ બસોને ટ્રાફીકની માંગ ધ્યાને લઈ પ્રથમ દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, વડતાલ, અમદાવાદ તરફ સંચાલન કરવામા આવશે જેનું ઓનલાઈન બુકીંગ પણ થશે. આયોજન મુજબ ભાવનગર, તળાજા તેમજ મહુવા ડેપો દ્વારા બસો દાહોદ મુકામે સંચાલન થયા બાદ સુરત જશે. બરવાળા તેમજ ડેપોના વાહનો અમદાવાદ/વડોદરા મુકામે સંચાલન થયા બાદ સુરત જશે.

વધુમાં જો કોઈ સમુહ/ગ્રુપના 50 જેટલા મુસાફરો એક સાથે બુકીંગ કરાવવા ઈચ્છે તો તેઓના વિસ્તાર, ફળીયા, શેરીમાં બસોની ફાળવણી કરવામા આવશે. મુસાફરોની માગ તેમજ ધસારાને ધ્યાને લઈ હેડ કવાર્ટર ડેપો ખાતે 5(પાંચ) બસો તથા અન્ય ડેપો ખાતે 2 બસ સ્ટેન્ડબાય રાખવામા આવશે તેમાં વિભાગીય નિયામક ભાવનગરની યાદીમાં જણાવાયું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય