– જુનાગઢ ખાતે યોજાયેલ હેન્ડબોલ સ્પર્ધામાં ભાઈઓની 16 ટીમે ભાગ લીધો
– ભાવનગર ગ્રામ્યની ટીમ રનર્સઅપ : ભાવનગર સીટીની ટીમ રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેવા જશે
ભાવનગર : ખેલ મહાકુંભ ૩.૦ નો હાલ ધમધમાટ ચાલી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ઓપન હેન્ડબોલ સ્પર્ધા જુનાગઢ ખાતે યોજાય હતી. આ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ભાવનગર સીટીની ટીમના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી વિજય મેળવ્યો હતો, જયારે ભાવનગર ગ્રામ્યની ટીમ રનર્સઅપ થઈ હતી. ભાવનગર સીટીની ટીમ આગામી દિવસોમાં રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેવા જશે.