– 22 મી જાન્યુઆરી, 16 મી અને 20 મી ફેબુ્રઆરીએ
– આબુ રોડ, મારવાડ, જયપુર, ભરતપુર, પ્રયાગરાજ સ્ટેશન પર રોકાશે : ૨૧મીથી બૂકિંગનો પ્રારંભ થશે
ભાવનગર : મુસાફરોની સુવિધા માટે અને મહા કુંભ મેળા-૨૦૨૫ દરમિયાન ભાવિકોની વધારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર ટમનસ અને બનારસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર ‘મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન’ ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૫૫૫ ભાવનગર ટમનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ભાવનગર ટમનસથી સવારે ૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧૪.૪૫ વાગ્યે બનારસ પહોંચશે.