ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 2 લોકો દટાયા હતા. આ ઘટનામાં સાઇટ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું.
ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ ખાતે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જમીન ધસી પડતાં કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી ગઈ હતી. સમગ્ર ઘટનામાં 2 લોકો દટાયા હતા, જેમાં હિરેન મહેતા નામના 26 વર્ષીય સાઈટ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ભાવનગરના ઘોઘાસર્કલ પાસે બની રહેલી કન્સ્ટ્રકશન સાઇટ આજ સવારના સમયે કોંક્રિટ ભરેલ RMC ડમ્પર પલટી મારતા 2 લોકો દટાયા હતા, જેમાં સાઇટ એન્જિનિયર મોત બાદ વધુ એક ઇજાગ્રસ્તનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સાઇટ ઉપર જમીન પોલી પડી જતા કોંક્રીટ RMC ડમ્પર પલટી મારી ગયું જેના કારણે 2 લોકો દબાયા જેમાં બંને વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સાઇટ એન્જીનીયરના મોત બાદ વધુ એક સારવાર લઈ રહેલા વ્યક્તિએ દમ તોડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.