27 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 18, 2024
27 C
Surat
બુધવાર, ડિસેમ્બર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતભાવ.-સોમનાથ નેશનલ હાઈ-વે પર ત્રાપજ નજીક બંધ ડમ્પર સાથે બસ અથડાતાં ...

ભાવ.-સોમનાથ નેશનલ હાઈ-વે પર ત્રાપજ નજીક બંધ ડમ્પર સાથે બસ અથડાતાં 6 ના મોત, 16 ને ઈજા


– સુરતથી રાજુલાના કાતર-કોટડી રૂટ પર  પહેલી વખત સ્લીપર બસ લઈને આવેલાં ડ્રાઈવરને ગાઢ ઘુમ્મસના કારણે હાઈ-વે પર બંધ ટ્રક ન દેખાયો 

– સુરતથી માદરે વતન  આવી રહેલાં ભાવનગર જિલ્લાના મહુવા, અમરેલીના રાજુલા તથા ગીરગઢડા પંથકના ત્રણ બાળકો, બે મહિલા અને એક પુરૂષ નિદ્રાંધિન અવસ્થામાં જ કાળનો કોળિયો બન્યા : સ્થાનિક ગ્રામજનો તથા 108 ઈમરજન્સી સ્ટાફે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી, બેની હાલત નાજૂક 

ભાવનગર/ તળાજા : સુરતથી માદરે વતન પરત આવવાં નિકળેલાં ભાવનગર જિલ્લાના મહુવા, અમરેલીના રાજુલા તથા ગીરગઢડા પંથકના મુસાફરો માટે મંગળવારની પરોઢ અમંગળ સાબિત થઈ હતી. જેમાં  ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ત્રાપજ  બાયપાસ- ઓવરબ્રિજ નજીક આજે વ્હેલી સવારે બંધ પડેલાં રેતી ભરેલાં ડમ્પરની પાછળ સુરતથી રાજુલાના કાતર-કોટડી જતી ખાનગી લકઝરી સ્લીપર બસ ઘડાકાભેર અથડાઈ હતી. સુરતથી આ રૂટ પર પહેલી જ વખત બસને લઈને આવનારા ડ્રાઈવરને ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે અંદાજે ૨૫ ફૂટ  દૂર બંધ પડેલું ડમ્પર ન દેખાતાં  સર્જાયેલાં ગમખ્વાર અકસ્માતના પગલે નેશનલ હાઈ-વે મુસાફરોની બૂમાબૂમ અને ચિચિંયારીઓને લઈ ગુંજી ઉઠયો હતો. તો, આ ગંભીર અકસ્માતના પગલે બસમાં સવાર ત્રણ બાળકો, બે મહિલા અને એક પુરૂષ સહિત છ લોકોના નિદ્રાંધિન અવસ્થામાં જ મોત નિપજ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય