– ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં
– પંચનામામાં બેદરકારી અને પકડાયેલા આરોપી સાથે કૂણું વલણ દાખવતા એસપીએ આદેશ છોડયા
ભાવનગર : ભાવનગર નાં ભરતનગર પોલીસ મથકના ગુનામાં બેદરકારી દાખવવા બદલ અને આરોપી પ્રત્યે કૂણું વલણ બદલ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ અને ભરતનગર પોલીસ મથકના પીઆઇને લીવ રિઝવમાં મૂકવાનો હુકમ એસપી દ્વારા કરવામાં આવ્યો છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર,શહેરના ભરતનગર પોલીસ મથકમાં નોંધવામાં ગત ૯ નવેમ્બરના ૨૦૨૪ નાં રોજ ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ શિવમ અમૃત-૦૧ માં રહેતા મૂળ બોરડી તા. શિહોર ના વતની અને તળાજા ખાતે સી.