વડોદરા, તા.11 કરજણ તાલુકાના છંછવા ગામની ખેતીની જમીન ખરીદ્યા બાદ ખેડૂત ખાતેદાર તરીકેનો ખોટો દાખલો રજૂ કરનાર વડોદરાના અગ્રણી ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગૌડ સામે કરજણ મામલતદારે સરકાર સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ભંવરલાલની ધરપકડ કરી હતી.
કરજણના મામલતદાર દિનેશ ફલજીભાઇ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે છંછવા ગામની સીમમાં ૫૪૬૩ ચો.મી. ખેતીની જમીન બેલીમ મંગળભાઇ ઉર્ફે મહંમદભાઇ મોજમભાઇ (રહે.ચોરંદા)ના નામે ચાલતી હતી અને તે જમીન તા.