Image: X
Shani Gochar 2024: હિંદુ ધર્મના લોકો માટે દિવાળીના પર્વનું ખાસ મહત્ત્વ છે. દર વર્ષે દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાસે મનાવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો ભગવાન ગણેશ અને ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરે છે. સાથે જ પોતાના ઘરને લાઇટ અને ફૂલોથી સજાવે છે. આ વખતે દિવાળી પર્વ 31 ઑક્ટોબર 2024એ મનાવવામાં આવશે. જોકે ધાર્મિક દૃષ્ટિએ નહીં પરંતુ જ્યોતિષીય દૃષ્ટિથી પણ દિવાળી પર્વ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે જ્યારે ગ્રહોની સ્થિતિ પ્રબળ હોય છે, તો તે સમયે પૂજા-પાઠ કરવાથી સાધકને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
પંચાંગ અનુસાર દિવાળીના દિવસે કર્મફળ દાતા શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં હાજર હશે, જેનાથી ખૂબ શક્તિશાળી શશ યોગનું નિર્માણ થશે. શનિના શશ યોગનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે પરંતુ ત્રણ રાશિઓ એવી પણ છે, જેના જાતકો માટે શશ યોગ અશુભ રહેશે.
વૃષભ રાશિ
શનિના શશ યોગનો અશુભ પ્રભાવ વૃષભ રાશિના જાતકો ઉપર પડશે. વેપારમાં વૃદ્ધિ થવાના બદલે ઘટાડો આવશે. નોકરિયાત જાતકોને વર્ક પ્લેસ પર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ સિવાય મૂડ પણ કંઈ ખાસ સારો રહેશે નહીં. બિઝનેસ ભાગીદારીથી વૃષભ રાશિના જાતકોને નુકસાન થવાની શક્યતા છે. દેવાના કારણે આગામી થોડા દિવસ સુધી આ રાશિના લોકોને તણાવ રહેશે.
તુલા રાશિ
કર્મફળ દાતા શનિના શશ યોગનો અશુભ પ્રભાવ તુલા રાશિના જાતકો ઉપર પડશે. જૂના દેવાના કારણે નોકરિયાત અને દુકાનદારોને તણાવ રહેશે. આ સિવાય વિદ્યાર્થીઓને શિક્ષકની નારાજગીનો પણ સામનો કરવો પડી શકે છે. પારિવારિક જીવનમાં આગામી થોડા દિવસો સુખ-શાંતિ રહેશે નહીં, જેની નકારાત્મક અસર પરિણીત જાતકોના આરોગ્ય પર પણ પડશે.
મીન રાશિ
આ વખતે દિવાળીનું પર્વ મીન રાશિના જાતકો માટે સારું રહેશે નહીં. શનિના શશ યોગના કારણે નોકરિયાત જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આવકના સ્ત્રોતમાં ઘટાડો થવાના કારણે વેપારીઓને તણાવ રહેશે. જે લોકો નવો બિઝનેસ ખોલવા માગે છે, તેમના માટે આ સમય યોગ્ય નથી. હાલ નવું વેન્ચર શરુ કરવાનો આ યોગ્ય સમય નથી. ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે.