સુરતમાં હિંદુ નામ ધારણ કરીને અને ખોટા ડોકયુમેન્ટ બનાવીને રહેતો બાંગ્લાદેશી આરોપી સુરત એસઓજીએ ઝડપી પાડયો છે,આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથધરી છે,આરોપી પાસેથી બે અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ મળ્યા છે જેના આધારે પોલીસે તપાસ હાથધરી છે.
પોલીસે ડોકયુમેન્ટ પણ કર્યા જપ્ત
પોલીસને બાતમી મળી હતી કે હિંદુ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી આરોપી બાંગ્લાદેશથી આવ્યો છે અને તે અલગ-અલગ જગ્યાઓ પર વસવાટ કરી રહી રહ્યો છે,ત્યારે સુરત ખાતે છેલ્લા ૧૪ વર્ષથી આરોપી રહેતો હોવાની વાત પોલીસની તપાસમા સામે આવી છે,અલગ-અલગ સ્પામાં નોકરી કરી આરોપી ગુજરાન ચલાવતો હતો તો પોલીસની તપાસમાં સામે એ પણ આવ્યું છે કે તમામ ડોકયુમેન્ટો ખોટા છે અને તમામ ડોકયુમેન્ટો સુરતમાં જ બનાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
દોઢ વર્ષ પહેલા મુંબઈ રહેતી એક હિંદુ યુવતી સાથે સંપર્કમાં આવ્યો
આરોપીની વાત કરવામાં આવે તો આરોપી મુંબઈમાં રહેતી એક યુવતી સાથે પ્રેમમાં છે અને તેની સાથે તે પ્રેમ લગ્ન પણ કરવાનો હતો,તો આરોપી હિંદુ વિસ્તારમાં ઘર શોધવાની ફીરાકમાં હતો પરંતુ તે પહેલા જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.મોબાઈલ ફોનમાં એપ્લીકેશનની મદદથી પોતાનુ ખોટા નામ અને બનાવટી આધારકાર્ડ બનાવ્યું હતુ અને હિંદુ વિસ્તારમાં છેલ્લા પાંચેક મહિનાથી રહેતો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથધરી છે.
બે મહિના પહેલા પણ સુરત એસઓજીએ એક બાંગ્લાદેશીને ઝડપ્યો
પોલીસે બાતમીના આધારે અડાજણ ખાતે પરશુરામ ગાર્ડન નજીકથી મોહમદ હમીમ અબ્દુલહક ફકીર નામના બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ઓપ્પો મોબાઈલ ફોન, ખોટા નામે બનાવેલા 2 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ, નિકાહનામાની 2 કોપી, કોવિડ વેક્સીન સર્ટિફિકેટ, બાંગ્લાદેશી વિઝિટિંગ કાર્ડ અને મોબાઈલ સીમકાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.