26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાBangladesh: ચિન્મય દાસ એક મહિનો રહેશે જેલમાં! કોઇ વકીલ ન રહ્યું હાજર

Bangladesh: ચિન્મય દાસ એક મહિનો રહેશે જેલમાં! કોઇ વકીલ ન રહ્યું હાજર


બાંગ્લાદેશમાં ઇસ્કોનના પ્રમુખ ચહેરો ગણાતા હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને કોર્ટમાંથી રાહત મળી નથી. તેઓએ હાલ જેલમાં જ રહેવું પડશે. મહત્વનું છે કે ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની જામીન અરજી પર સુનાવણી માટે મંગળવારે કોઈ વકીલ ચટગાંવ કોર્ટમાં હાજર થઈ શક્યા નહોતા. જેથી સરકારી વકીલે જામીનની સુનાવણી માટે વધુ સમય માંગ્યો હતો, જે બાદ કોર્ટે આગામી જામીનની સુનાવણી 2 જાન્યુઆરી નક્કી કરી હતી. આ નિર્ણયને પગલે ચિન્મય કૃષ્ણ દાસ લગભગ એક મહિના સુધી જેલમાં રહેશે.

કેસ લડનારા વકીલ પર હુમલો કર્યાનો દાવો

મહત્વનું છે કે ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે સોમવારે દાવો કર્યો હતો કે ચિન્મય દાસનો કેસ લડનારા વકીલ રમણ રોય પર ખરાબ હુમલો થયો હતો અને હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ચિન્મય કૃષ્ણ દાસની 25 નવેમ્બરે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

હવે ક્યારે સુનાવણી ? 

ઇસ્કોને દાવો કર્યો હતો કે ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરી રહેલા બાંગ્લાદેશી વકીલ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે ICUમાં છે. આ હુમલા બાદ વકીલોએ મંગળવારે જામીનની સુનાવણી દરમિયાન હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ ચિત્તાગોંગ કોર્ટે સુનાવણી સ્થગિત કરી દીધી હતી. કોર્ટે સુનાવણીની આગામી તારીખ 2 જાન્યુઆરી, 2025 નક્કી કરી છે.

ચિન્મય દાસની ધરપકડ કેમ કરવામાં આવી?

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારની હકાલપટ્ટી બાદ લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ વધી છ. સમ્મિલિત સનાતન જાગરણ જોતના પ્રવક્તા અને ઈસ્કોનના ભૂતપૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણ દાસે પણ ગયા મહિનાના છેલ્લા સપ્તાહમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના કેસોમાં ન્યાયની માંગણી સાથે રેલી યોજી હતી. ચિન્મય દાસ સહિત 19 લોકો પર આ રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે. બાંગ્લાદેશ સરકારનું કહેવું છે કે તેમની ધરપકડ ધાર્મિક નેતા તરીકે નહીં પરંતુ દેશદ્રોહના આરોપમાં કરવામાં આવી છે.

ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી

ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને જામીન ન મળવા પર ભારત સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં બાંગ્લાદેશ સત્તાવાળાઓને હિંદુઓના અધિકારોનું રક્ષણ કરવાની અપીલ કરી હતી. ભારત સરકાર દ્વારા આ મામલે ઘણી વખત ઉગ્ર વાંધો ઉઠાવવામાં આવ્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય