બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જીવને ખતરો હોવાના અણસાર મળતા જ તેમના ઘરની બહાર પણ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ત્યારે હવે અભિનેતા સલમાન ખાનને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે કે બાબા સિદ્દીકીની હત્યા પહેલા સલમાન ખાનને મારવાનું પ્લાનિંગ કર્યું હતું.
આરોપીએ કર્યો ખુલાસો
આરોપીએ પોલીસની પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની હિટલિસ્ટ સલમાન ખાનનું પણ નામ હતું.. આરોપીઓએ આ વાતનો ખુલાસો પણ કર્યો કે સલમાનની કડક સુરક્ષાને કારણે શૂટર સલમાન સુધી પહોંચી શક્યો નહોતો. સલમાનને સતત મળી રહેલી ધમકીઓને કારણે તેને ઉચ્ચ સુરક્ષા આપવામાં આવી છે. અભિનેતા હંમેશા સુરક્ષા કવચ હેઠળ જ ઘરની બહાર નીકળે છે.
બિશ્નોઇ કો બોલ દું ક્યા ?
ઉલ્લેખનીય છે કે હમણા થોડા સમય પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે સલમાન ખાન જે જગ્યા પર શૂટિંગ કરી રહ્યો હતો ત્યાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. તે શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી તો તેણે કહ્યું કે બિશ્નોઇને કહી દઉ ? આ પછી શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે તરત જ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
વાસ્તવમાં વાત એવી હતી કે દાદર વેસ્ટમાં સલમાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ સલમાનનો એક ફેન હતો જેણે શૂટિંગ જોવુ હતું. જ્યારે સુરક્ષા કર્મીઓએ તેને શૂટિંગ જોવા જતા અટકાવ્યો ત્યારે ગુસ્સામાં લોરેન્સ બિશ્નોઈનું નામ લીધું હતું.
બાબા સિદ્દીકીની હત્યા
મહત્વનું છે કે બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સલમાન ખાન સાથેની મિત્રતાનું કારણ જણાવવામાં આવ્યું હતું. હત્યાના કેસમાં પોલીસે ગુનાના સ્થળેથી જ બે શૂટરની ધરપકડ કરી હતી. પરંતુ મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ત્યાર બાદ ભાગવામાં સફળ રહ્યો હતો. બાદમાં તેની બહેરીન જિલ્લાના નાનપારામાંથી ધરપકડ કરવામાં આવી હતી. શિવે પોલીસ કસ્ટડીમાં ઘણા ખુલાસા કર્યા.