– આગામી 12 માર્ચ સુધી જાહેરમાં હથિયાર લઈ નિકળાવ પર પ્રતિબંધ
– જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા તથા ગીતો ગાવા પર પણ પ્રતિબંધઃ જાહેરનામાના ભંગ બદલ સજા અને દંડની જોગવાઈ
ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં આગામી એક માસ સુધી યોજાનાર વિવિધ સામાજિક કાર્યક્રમો, તહેવારોની ઉજવણીને લઈ અધિક જિલ્લા કલેકટરે આવતીકાલ તા.૧૧થી સતત એક માસ સુધી જિલ્લામાં હથિયરબંધી ફરમાવી છે.
અધિક જિલ્લા કલેકટરે બહાર પાડેલાં જાહેરનામામાં જણાવાયું છે કે, ફેબૂ્રઆરી તથા માર્ચ માસ દરમિયાન વિશ્વકર્મા જયંતી, છત્રપતિ શિવાજી જયંતી, મહાશિવરાત્રી તથા દુર્ગાષ્ટમી સહિતના ધાર્મિક તહેવારો તથા વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.