Artificial Heart Can Save Life: રિસર્ચ કરનારાઓને હાલમાં એક ખૂબ જ અદ્ભૂત સફળતા મળી છે. એક વ્યક્તિનું હાર્ટ ફેઇલ થઈ ગયું હતું, અને રિસર્ચરોએ તેને આર્ટિફિશિયલ ટાઇટેનિયમથી બનાવેલું હાર્ટ લગાવ્યું, જેનાથી તે વ્યક્તિને નવું જીવન મળ્યું છે. આ વ્યક્તિની ઉંમર 40 વર્ષથી વધુ છે, અને તેને હાર્ટ ડોનર મળે ત્યાં સુધી તેના માટે આર્ટિફિશિયલ હાર્ટ લગાવવામાં આવ્યું હતું. આ હાર્ટ 100થી વધુ દિવસ સુધી કાર્યરત રહ્યું, અને એ દરમિયાન તે વ્યક્તિ એકદમ સાજો હતો.
અમેરિકા-ઓસ્ટ્રેલિયાની કંપનીએ બનાવ્યું આર્ટિફિશિયલ હાર્ટ BiVACOR નામની અમેરિકન-ઓસ્ટ્રેલિયાની કંપની દ્વારા આ હાર્ટ તૈયાર કરવામાં આવ્યું છે.