ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર સીરીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ આ સીરીઝ દરમિયાન સમગ્ર ઓસ્ટ્રેલિયામાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આ સમાચાર ખૂબ જ દુઃખદ છે, કારણ કે ઓસ્ટ્રેલિયાના એક યુવા ક્રિકેટરનું અવસાન થયું છે. આ ખેલાડી માત્ર 23 વર્ષનો હતો અને તેણે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજો સાથે મેચ પણ રમી છે.
તમને જણાવી દઈએ કે આ ક્રિકેટર કોઈ અન્ય નહીં પરંતુ તે ડાર્વિનના ક્રિકેટર આદિ દવે છે, જેના મૃત્યુ બાદ સમગ્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં શોકમાં છે. આ ખેલાડીનું મોત કેવી રીતે થયું તે હજુ બહાર આવ્યું નથી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું મોત
ડાર્વિન ક્રિકેટ ક્લબે તેના સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તેમનો ખેલાડી આદિ દવે હવે નથી રહ્યો. આદિ દવે ઓલરાઉન્ડર હતો. તે તેના ડાબા હાથની સ્પિન માટે ફેમસ હતો. આ ખેલાડી માત્ર 15 વર્ષની ઉંમરે ચર્ચામાં આવ્યો હતો. વર્ષ 2017માં, ડાર્વિનમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની ટીમ વચ્ચે ઈન્ટર-સ્કવોડ મેચ રમાઈ હતી જેમાં આદિ દવેને ફિલ્ડિંગ કરવાની તક મળી હતી.
ઓસ્ટ્રેલિયા પહેલેથી જ શોકનો માહોલ
27 નવેમ્બરના રોજ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટના તમામ ફેન્સ ઉદાસ રહે છે કારણ કે આ દિવસે તેમના ખૂબ જ ટેલેન્ટેડ ખેલાડીનું અવસાન થયું હતું. ફિલ હ્યુજીસ ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન માથા પર બોલ વાગ્યો હતો અને 27 નવેમ્બર, 2014ના રોજ તેનું મૃત્યુ થયું હતું. શોન એબોટના એક બોલને છોડતી વખતે, જે બાઉન્સર હતો, બોલ ફિલ હ્યુજીસના માથાના પાછળના ભાગમાં વાગ્યો, જેના પછી તે કોમામાં ગયો. આખરે તેનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ ખેલાડીને ઓસ્ટ્રેલિયન ટીમમાં જગ્યા મળવાની હતી પરંતુ તે પહેલા જ આ દુર્ઘટના થઈ ગઈ. હવે આ તારીખના એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાનો બીજો ક્રિકેટર નથી રહ્યો.