વડોદરા,યુવતીને ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં સામેલ આરોપી છેલ્લા ૯ વર્ષથી વોન્ટેડ આરોપીને સિટિ પોલીસે લોકઅપમાં પૂર્યો હતો. લોકઅપમાં જ તેને ચાદરનો છેડો ફાડીને ફાંસો ખાવાનો પ્રયાસ કરતા ડયૂટિ પર હાજર પી.એસ.ઓ. તેને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.
૯ વર્ષ પહેલા સિટિ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ થયો હતો.