Asha Jhaveri of Swati Snacks Passed Away: સ્વાદ રસિકો માટે એક દુઃખદ સમાચાર છે. મુંબઈ તેમજ અમદાવાદ શહેરની ઓળખ સમા સ્વાતિ સ્નેક્સના સ્થાપક આશાબેન ઝવેરીનું 14 જૂનના રોજ લાંબી માંદગી બાદ 79 વર્ષની વયે નિધન થયું. રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાંબી માંદગી બાદ નિધન થયું હતું અને તે જ દિવસે સાંજે વર્લી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
1963માં મુંબઈમાં કરી હતી સ્વાતિ સ્નેક્સની શરૂઆત
મુંબઈમાં તાડદેવમાં 1963માં સ્વાતિ સ્નેક્સની શરૂઆત આશાબેન ઝવેરીના માતા દ્વારા કરવામાં આવી હતી.