31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદેશના હોય! જેની હત્યામાં પતિએ ભોગવી જેલ, તે 4 વર્ષે જીવતી મળી..

ના હોય! જેની હત્યામાં પતિએ ભોગવી જેલ, તે 4 વર્ષે જીવતી મળી..


સામાન્ય રીતે આરોપીને જે તે ગુનાની સજા આપવામાં આવે છે. પછી તે આજીવન જેલ હોય કે પછી અમુક સમય માટેની જ જેલ. પરંતુ જ્યારે કોઇ વ્યક્તિને જે ગુનાની સજા મળે અને સજા કાપ્યા પછી ખબર પડે કે આવો તો ગુનો કંઇ થયો જ ન હતો ! આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિની હત્યાના આરોપમાં પતિ 4 વર્ષ જેલમાં રહ્યો અને પછી ખબર પડી કે પત્નીનો જીવતી છે અને બીજા લગ્ન કરી લીધા છે. ક્યાંનો છે આ ચોંકાવનારો કિસ્સો, શું છે આખી ઘટના જાણીએ વિગતવાર

બિહારના આરા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ચાર વર્ષ પહેલા દહેજના મોતના કેસમાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી, હવે તે જીવિત મળી આવી છે. વળી ચોંકાવનારી વાત તો એ નીકળી કે આ મહિલા મૃત્યુ પામી ન હતી. તેણે બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતા અને તેની સાથે જ રહેતી હતી. આ કેસમાં મહિલાના પહેલા પતિ અને તેના સાસરિયાઓ પર દહેજના કારણે મોતનો આરોપ હતો અને તેમને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જો કે પતિ હાલ જામીન પર બહાર છે. જ્યારે તેને ખબર પડી કે જેની હત્યા માટે તે જેલમાં હતો તે મહિલા તો જીવિત છે. આ જાણીને તેને આશ્ચર્યનો પાર ન રહ્યો.

મહત્વનું છે કે આ મહિલાએ પહેલા બહુઆરા છપરામાં લગ્ન કર્યા હતા. પતિની હેરાનગતિથી કંટાળીને તે તેના મામાના ઘરે જતી રહી. જો કે ત્યાં પણ તેની સમસ્યાનો અંત આવ્યો નહી. મહિલાએ તેના પિતા પર તેની સાથે ગેરકાયદેસર સંબંધો બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. પિતાના ત્રાસથી કંટાળીને મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે આરા રેલવે સ્ટેશન પહોંચી હતી. પરંતુ ત્યાં એક વ્યક્તિએ તેનો જીવ બચાવી લીધો. આ મહિલાએ તેની સાથે જ લગ્ન કરી લીધા હતા.

મહિલા મૃતક જાહેર કેવી રીતે થઇ ?

મહિલાએ સાસરીથી કંટાળીને ભાગી ગઇ હતી. આથી તેના પિતાએ વર્ષ 2020માં પુત્રીના ગુમ થવા અને દહેજ માટે મૃત્યુનો કેસ દાખલ કર્યો હતો. તેવામાં સોન નદીના કિનારે એક સડી ગયેલી લાશ મળી આવતાં મહિલાના પિતાએ લાશ તેમની પુત્રીની હોવાનું ઓળખી કાઢ્યું હતું. આ પછી પોલીસે મહિલાના પહેલા પતિ અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરી હતી. ત્યારથી મહિલાનો પતિ અને તેના પરિવારના સભ્યો જેલમાં હતા. હવે ચાર વર્ષ બાદ પોલીસે મીરગંજમાંથી તે મહિલા મળી આવી કે જેને આ બધા મૃત સમજતા હતા.

સમગ્ર મામલે મહિલાએ શું કહ્યું?

મહિલાએ કહ્યું કે પોલીસ મીરગંજમાં મારા ઘરે આવી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ. મારા પિતાએ બીજી મહિલાના મૃતદેહને મારી ગણીને ખોટી FIR દાખલ કરીને પ્રથમ પતિને ખોટી રીતે ફસાવી દીધો. મેં મારી સ્વતંત્ર ઇચ્છાથી આરા એક પુરુષ સાથે લગ્ન કર્યા છે. મારે બે બાળકો છે. જ્યારે મારા લગ્ન પહેલા થયા હતા ત્યારે મારા પતિ મને ખૂબ મારતા હતા. મહિલાએ જણાવ્યું કે મારા પહેલા પતિથી કંટાળીને માતા પિતાના ઘરે ગઇ હતી. ત્યાં બે મહિના પછી મારી માતાનું અવસાન થયુ જે પછી મારા પિતાએ મારી સાથે અનિચ્છનીય સંબંધો રાખવાનો પ્રયાસ કર્યો જેથી કંટાળીને હું આત્મહત્યા કરવાનો મે પ્રયાસ કર્યો. પરંતુ ત્યારે એક વ્યક્તિ આવી અને મારો જીવ બચાવી લીધો. તે વ્યક્તિ સાથે મંદિરમાં અમારા લગ્ન થયા. હાલ મારે એક પુત્ર અને પુત્રી પણ છે.

હવે આગળ શું ? 

આ સમગ્ર મામલે ASP કેકે સિંહે કહ્યું કે ચૌરી પોલીસ સ્ટેશન સંબંધિત એક મામલો સામે આવ્યો છે. વર્ષ 2020માં એક કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં સોન નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારના સભ્યોએ તેણીની ઓળખ તેમની પુત્રી તરીકે કરી હતી, પ તે કેસની સુનાવણી થઈ છે અને તેમાંના આરોપીઓ પણ જેલમાં ગયા છે. જો કે હવે તે મહિલાને શોધી કાઢવામાં આવે છે. કોર્ટના આદેશ પર જે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેનું પાલન કરવામાં આવશે. તે મહિલાએ પિતા પર દુષ્કર્મનો આરોપ લગાવવાના કેસ અંગે એએસપીએ કહ્યું કે કોર્ટમાં તેનું નિવેદન લેવામાં આવશે. જે પણ તથ્યો સામે આવશે તેના પર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય