30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeમનોરંજનAR રહેમાનની પત્નીએ છૂટાછેડાની કરી જાહેરાત, લગ્નના 29 વર્ષ બાદ તોડ્યો સંબંધ

AR રહેમાનની પત્નીએ છૂટાછેડાની કરી જાહેરાત, લગ્નના 29 વર્ષ બાદ તોડ્યો સંબંધ


ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાન છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. તેની પત્નીએ લગ્નના 29 વર્ષ બાદ તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ વાતની જાહેરાત કરી છે. આ સમાચારથી ફેન્સને ઝટકો લાગ્યો છે.

સાયરા બાનોની પ્રેસ રિલીઝ

એઆર રહેમાન અને તેમની પત્ની સાયરાના વકીલે જાહેર નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘લગ્નના ઘણા વર્ષો પછી મિસિસ સાયરાએ તેમના પતિ એઆર રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં ઘણી ખેંચતાણ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. બંને વચ્ચે ઊંડો પ્રેમ હોવા છતાં, મુશ્કેલીઓ અને ચિંતાએ એવી તિરાડ ઊભી કરી છે, જેને અત્યારે કોઈ પણ પક્ષ ઠીક કરવામાં સક્ષમ નથી. મિસિસ સાયરાએ સ્પષ્ટ કર્યું કે પીડા અને દર્દને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે આ મુશ્કેલ સમયમાં પ્રાઈવસી અને સમજણ માટે લોકોને અપીલ કરે છે, કારણ કે તેણી તેના જીવનના આ પડકારરૂપ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

બંનેએ 1995માં કર્યા હતા લગ્ન

એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા અને આ કપલને ત્રણ બાળકો છે – ખતિજા, રહીમા અને અમીન. એઆર રહેમાને એકવાર કહ્યું હતું કે તેના લગ્ન તેની માતાએ નક્કી કર્યા હતા. બંને વચ્ચે કેટલાક મતભેદ હતા, પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે નિભાવી રહ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં રહેમાને કહ્યું હતું કે, ‘સાચું કહું તો મારી પાસે પત્ની શોધવાનો સમય ન હતો, પરંતુ મને સમજાયું કે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. જ્યારે હું 29 વર્ષનો હતો, ત્યારે મેં મારી માતાને મારા માટે કન્યા શોધવાનું કહ્યું.

એઆર રહેમાને 1989માં કબૂલ કર્યો હતો ઈસ્લામ

ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે ઓસ્કાર જીતનાર એઆર રહેમાનને ભારતના મહાન સંગીતકાર માનવામાં આવે છે. તે ‘મા તુઝે સલામ’, ‘ઓ હમદમ સુનીયો રે’ અને ‘તેરે બિના’ જેવા હિટ ગીતો માટે ફેમસ છે. એઆર રહેમાને 1989માં ઈસ્લામ કબૂલ કર્યો અને તેનું નામ દિલીપ કુમારથી બદલીને અલ્લાહ રખા રહેમાન રાખ્યું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય