Foldable iPhone: એપલ દ્વારા પહેલા ફોલ્ડેબલ આઇફોન પર કામ કરવામાં આવી રહ્યું છે અને એમાં ચાઇનિઝ લેન્સ ટૅક્નોલૉજી ગ્લાસનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. એપલ દ્વારા છેલ્લા ઘણાં સમયથી વિવિધ વસ્તુ માટે પેટન્ટ કરાવવામાં આવી રહી છે. આ પેટન્ટને લઈને લોકોમાં હવે કૂતુહલ વધ્યું છે. મોટાભાગની કંપનીઓ તેમના પ્લાન વિશે મૌન સાધે છે અને એપલ એમાંની એક છે.
એપલના ફોલ્ડેબલ આઇફોનને લઈને હાલમાં એક માહિતી લીક થઈ છે.