બચ્ચન પરિવારનો પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન લાંબા સમયથી ચર્ચામાં છે. બંનેના સંબંધમાં તિરાડ પડી હોવાની અફવાઓ ઘણી ઉડે છે પરતું આ કપલ બંનેનો ફોટો શેર કરીને અફવાનો અંત લાવે છે. થોડા સમય પહેલા Reddit યુઝર્સે અભિષેક બચ્ચનનું નામ તેની કો-સ્ટાર નિમરત કૌર સાથે જોડી દીધુ હતું. આમ તો બંને તરફથી આ અંગે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ અભિષેક બચ્ચન સિવાય નિમ્રત કૌરનું નામ એક ક્રિકેટર અને અન્ય એક્ટર સાથે પણ જોડાઇ ચૂક્યુ છે.
નિમરત કૌરના કહેવા પ્રમાણે તે હાલમાં કોઈને ડેટ કરી રહી નથી. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેના અને બાહુબલી એક્ટરની ડેટિંગના સમાચારો ચર્ચામાં હતા. કોણ છે તે ક્રિકેટર અને એક્ટર, જેની સાથે એક્ટ્રેસના લિન્ક-અપના સમાચાર આવ્યા છે?
ક્રિકેટર સાથે જોડાયુ નિમરત કૌરનું નામ ?
આવુ પહેલીવાર નથી જ્યારે કોઈ અભિનેત્રીના એક્ટર ક્રિકેટર સાથે જોડાણની અફવાઓ સામે આવી હોય. આવું અવારનવાર થતું રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે નિમરત કૌરનું નામ રવિ શાસ્ત્રી સાથે પણ જોડવામાં આવ્યું છે. 2018 માં બંનેએ સિક્રેટલી ડેટિંગ કર્યું હોવાના અહેવાલ હતા. એવું કહેવાય છે કે આ સંબંધ માત્ર 2 વર્ષ જ ચાલ્યો હતો. જ્યારે આ સમાચાર જોર પકડવા લાગ્યા તો રવિ શાસ્ત્રીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી.
આ અફવાઓ પર પૂર્વ ક્રિકેટર ગુસ્સે થયો હતો. તેમણે કહ્યું હતું – કંઈ કહેવાની જરૂર નથી. આ મામલે નિમરતે પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે X પર લખ્યું કે- હકીકતઃ મને રૂટ કેનાલની જરૂર પડી શકે છે. ફિક્શન આજે હું મારા વિશે જે કંઈ વાંચું છું. જો કે, તેણીએ તેના શાળા પ્રેમ વિશે બધાને કહ્યું છે.
આ અભિનેતા સાથે પણ જોડાયુ નામ
મળતી માહિતી મુજબ બાહુબલી ફેમ એક્ટર રાણઆ દગ્ગુબાતીની સાથે નિમરત કૌરનું નામ જોડાઇ ચૂક્યુ છે. એવી ચર્ચા હતી કે બંને ચૂપચાપ એકબીજાને ડેટ કરે છે. જો તે આ સંબંધને લઇને બંનેએ ક્યારેય કોઇ વાત કહી ન હતી.