Image: Facebook
Allu Arjun Fan Death: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. બીજી તરફ ચાહકના મોતનો મામલો હજુ સુધી શાંત થયો નહોતો કે હવે બીજા ચાહકના મોતના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. 4 ડિસેમ્બરે એક મહિલાના મોતના લગભગ એક અઠવાડિયા બાદ પુષ્પા 2 ની સ્ક્રીનિંગમાં બીજા ચાહકનું મોત નીપજ્યું. સોમવારે મેટિની શો દરમિયાન આંધ્ર પ્રદેશમાં 35 વર્ષની વ્યક્તિ મૃત અવસ્થામાં મળી. જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.