30 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 4, 2024
30 C
Surat
બુધવાર, ડિસેમ્બર 4, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરBZ ગ્રૂપના કૌભાંડ મુદ્દે વધુ એક સ્ફોટક ખુલાસો, પાટનગર સુધી કૌભાંડીનું સામ્રાજ્ય

BZ ગ્રૂપના કૌભાંડ મુદ્દે વધુ એક સ્ફોટક ખુલાસો, પાટનગર સુધી કૌભાંડીનું સામ્રાજ્ય


કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજ કઠવાડીયાએ BZ Groupના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના છેતરપિંડીના સામ્રાજ્યનો ખુલાસો કર્યો છે. રાજ્યના પાટનગર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પગ લાંબા કર્યા છે. ગાંધીનગરમાં આવેલ સેક્ટર 11માં BZ ગ્રૂપની ઓફિસ શરૂ કરીને કૌભાંડ આચરવામાં આવતા હતા.

પાર્થિવરાજ કઠવાડિયાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ અને ભગિની સંસ્થાઓના લોકો BZ ગ્રૂપના એજન્ટ બનીને ભોળી જનતાને છેતરી રહ્યા હતા. એજન્ટ અમનસિંહ ચાવડા પૂર્વ ABVP પ્રદેશના સહમંત્રી તેમજ અનેક હોદ્દાઓ પણ ભોગવી ચૂક્યો છે. અમનસિંહ ચાવડાએ સેક્ટર 11માં બીઝેડ ગ્રૂપની ઓફિસ શરૂ કરી હતી. અમનસિંહ ચાવડાના અનેક નેતાઓ સાથે ફોટા સામે આવ્યા છે. ઓફિસના ઉદ્ઘાટનમાં અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. જેથી પોલીસ તપાસ કરી અમનસિંહ ચાવડા સામે ફરિયાદ કરવી જોઈએ. CID ક્રાઇમની ઓફિસ નજીક BZ Groupની ઓફિસ આવેલી છે તેમ છતા હજુ સુધી કોઈ તપાસ થઈ નથી.

સીઆઈડી ક્રાઈમ ઓફિસની નજીક જ કૌભાંડીની ઓફિસ

પાર્થિવરાજએ ABVPના આગેવાનો સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, ગાંધીનગરમાં BZ ગ્રૂપનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. જે કંપનીએ 6 હજાર કરોડનો ચુનો ગુજરાતના ભોળા લોકોને લગાડ્યો છે. તેની ગાંધીનગરની ઓફિસનું ગ્રાન્ડ ઓપનિંગનું આમંત્રણ ફેસબુકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. અને આ ઓફિસનું ઓપનિંગ આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું. અને તેનો એજન્ટ અમનસિંહ ચાવડા પૂર્વ ABVP પ્રદેશના સહમંત્રી તેમજ અનેક હોદ્દાઓ પણ ભોગવી ચૂક્યો છે. ગાંધીનગરમાં શરુ કરવામાં આવેલ ઓફિસમાં ભાજપના અનેક નેતાઓના ફોટા છે. અને આ કૌભાંડી લોકો વિદેશના નાગરિકને પોતાની ઓફિસમાં બોલાવે જેથી ગુજરાતના ભોળા લોકોને આકર્ષી શકાય અને લૂંટી શકાય તે માટે. તેમજ આ ગ્રૂપના લોકો ઈન્ટરનેશનલ હોટલમાં કૌભાંડીઓને મેજબાની કરાવતા હતા. ગાંધીનગરની ઓફિસમાં ABVPના ગુજરાતના પ્રમુખ પણ હાજર રહેતા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય