પરપ્રાંતિય બોગસ તબીબો દ્વારા સ્થાનિક લોકો પર જોખમી પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની રાવ
ગાંધીધામછ ગાંધીધામના પીએસએલ કાર્ગો ઝુપડા ખાતે ફાટી નીકળેલા બોગસ તબીબોના રાફડા વચ્ચે ફરી પૂર્વ કચ્છ એસ. ઓ. જી. ની ટીમે યુપીના શખ્સને બોગસ રીતે તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપી લેવાયો હતો. બોગસ ડોક્ટરોની પાંચ-છ ક્લિનિક આ વિસ્તારમાં ધામધમતી હોવા છતાં માત્ર એક જ બોગસ ડોક્ટર પર કાર્યવાહી કરવામાં આવતા પોલીસની કામગીરી પ્રત્યે અનેક પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે.