31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છજે દિવસે લંપટ શિક્ષક મુસ્લિમ દિકરીને ભગાડી ગયો તે દિવસે તેના ઘરે...

જે દિવસે લંપટ શિક્ષક મુસ્લિમ દિકરીને ભગાડી ગયો તે દિવસે તેના ઘરે અવતરી હતી દીકરી, તપાસમાં ધીમી ગતિના આક્ષેપ | Anjar Teacher Run away With Muslim student



Anjar Crime News: અંજારમાં મેઘપરથી શિક્ષણ જગતને કલંક લગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. અંજારના મેઘપરમાં આવેલી આત્મીય વિદ્યાપીઠનો લંપટ પરણિત શિક્ષક નિખિલ સેવકાણી પોતાના ત્યાં આવતી વિદ્યાર્થીને ભગાડી જતાં ચકચાર મચી જવા પામી છે. 

અંજાર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મેઘપરની આત્મીય વિદ્યાપીઠમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો નિખિલ સેવકાણી નામના વ્યક્તિના ઘરે ટ્યુશન જતી 17 વર્ષીય મુસ્લિમ યુવતીને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ શિક્ષક પરણિત છે અને જે દિવસે તે વિદ્યાર્થિનીને ભગાડી ગયો તે દિવસે તેના ઘરે બાળકીનો જન્મ થયો હતો અને નવજાત બાળકીને આઇસીયુમાં ભરતી કરાવવામાં આવી હતી. 

જો હિન્દુ સમાજની દીકરી હોત….

બનાવની વિગત આપતા મુસ્લિમ આગેવાન હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે અંજાર પોલીસે 2જી ઓક્ટોબરે બનેલા બનાવમાં પોલીસે ફરીયાદ લઈ લીધી હતી પરંતુ તપાસ ધીમી ગતિએ ચાલુ છે. તેમણે આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે જો હિન્દુ સમાજની દીકરી હોત તો પોલીસે તેને શોધવામાં જમીન આસમાન એક કરી નાખ્યું હોત અને લવ-જેહાદના નામે રેલીઓ પણ કાઢી હોય. પરંતુ મુસ્લિમ સમાજની દીકરી છે એટલે પોલીસ પણ ધીમી ગતિએ તપાસ કરી રહી છે. 

વાલીઓએ આગળ આવવું પડશે

આ ઘટનામાં આત્મીય વિદ્યાપીઠ પણ એટલી જવાબદારી છે કે આવા લંપટ શિક્ષકોને રાખીને કોઇના ઘરની આબરૂ નિલામ કરતા શિક્ષકો પ્રત્યે કેમ ધ્યાન રાખવામાં આવતું નથી? મુસ્લિમ દીકરીને ભગાડી જનાર શિક્ષકના આ કૃત્યથી શિક્ષણ જગતને દાગ લાગ્યો છે. હજુ પણ આ શાળામાં આવા કેટલા શિક્ષક છે, તેના માટે સમગ્ર વાલીઓએ આગળ આવવું પડશે. સ્કૂલના જવાબદારોએ પણ નજર રાખવી પડશે.  

લોકો પોતાની ઇજ્જત તમને સોંપી રહ્યા છે. ભણતર (સારા સંસ્કાર) માટે પોતાના દિકરા કે દીકરી તમને સોંપે છે. ત્યાર આ બનાવ અતિ ગંભીર છે. વહીવટી તંત્ર પણ તટસ્થ અને તાત્કાલિક તપાસ કરે, તપાસમાં વેગ લાવે અને દીકરી પાછી મેળવે તે જરૂરી છે. આ બનાવમાં પોલીસ તંત્ર તાત્કાલિક અસરકારક કામગીરી તે જરૂરી છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય