Health Department has issued guidelines : તાજેતરમાં જામનગર ખાતે ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરથી 50 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું હતું. ગુજરાતમાં પાંચ વર્ષ બાદ કોંગો ફીવરથી થયેલું આ સૌ પ્રથમ મૃત્યુ છે. કોંગો ફીવરથી થયેલા મૃત્યુ બાદ ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ છે. મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઇતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રક્ત કે અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. મોટા ભાગના ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના કેસોમાં પશુધન ઉધોગ સાથે સંકળાયેલા લોકો અને પશુ ચિકિત્સકોને ચેપ લાગવાનો ભય હોય છે.