આ વર્ષે પોષ મહિનામાં સોમવારના દિવસે અમાસ આવે છે. તેથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. 30 ડિસેમ્બરના રોજ સોમવતી અમાસ છે. આ દિવસે શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી લોકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. બીજી તરફ અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. અમાસના દિવસે પિતૃઓની કૃપા મેળવવા માટે પિંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ પણ અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે.
સોમવતી અમાસના દિવસે દીવો પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ત્યારે આવો જાણીએ કયા ક્યાં દિવો કરવો જેથી પિતૃઓની કૃપા મળે અને લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય.
પીપળનું ઝાડ
સોમવતી અમાસના દિવસે પીપળના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને તમારા દરેક દુ:ખમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં દેવી-દેવતાઓ અને પૂર્વજોનો વાસ હોય છે.
મુખ્ય દરવાજો
સોમવતી અમાસવા દિવસે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર ઘી કે તેલનો દીવો પ્રગટાવો. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી રહેતી. ધ્યાન રાખો કે મુખ્ય દરવાજો સ્વચ્છ હોવો જોઈએ અને ત્યાં અંધારું ન હોવું જોઈએ.
પૂર્વજોના ફોટા આગળ
સોમવતી અમાવસ્યાના દિવસે તમારા પૂર્વજોના ચિત્રની સામે દીવો પ્રગટાવો. આમ કરવાથી પૂર્વજો તેમના વંશજો પર તેમના આશીર્વાદ વરસાવે છે. તમને જણાવી દઈએ કે પૂર્વજોના ફોટા માટે ઘરની દક્ષિણ દિશા યોગ્ય માનવામાં આવે છે.
ઘરના ઉત્તર-પૂર્વ ખૂણા પર
સોમવતી અમાસના દિવસે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો. આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. ઉત્તર-પૂર્વ ખૂણામાં દીવો પ્રગટાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
દક્ષિણ દિશામાં
સોમવતી અમાવસ્યાના દિવસે ઘરની બહાર દક્ષિણ દિશામાં પિતૃઓ માટે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર તેમના આશીર્વાદ આપે છે.