ધોકાના આડેધડ ઘા મારતાં મોત
બે શખ્સો સામે નોંધાવાઈ પોલીસ ફરિયાદ
મોરબી : માળિયાના મોવર ટીંબામાં જમવા બાબતે ઝઘડો થયાનું મનદુઃખ રાખી
બે શખ્સોએ ૫૮ વર્ષીય આધેડને શરીરે લાકડાના ધોકાના ઘા ઝીંકી ઈજા કરી હત્યા કરી
નિપજાવતા બનાવ મામલે પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
માળિયાના હરીપર ગામના રહેવાસી અજય ચંદુભાઈ ભીમાણી (ઉ.વ.૨૫)
નામના યુવાને આરોપીઓ નુરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર અને રઝાક ગફુર મોવર (રહે.
બંને મોવર ટીંબા માળિયા) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે
રાત્રીના પોણા બારેક વાગ્યાના અરસામાં મોવર ટીંબા વિસ્તારમાં જમવા બાબતે ઝઘડો થતા
આરોપીઓ નુરમામદ અને રઝાક બંનેએ ફરિયાદીના પિતા ચંદુભાઈ લાધાભાઇ ભીમાણી (ઉ.વ.૫૮)ને
લાકડાના ધોકા મારી ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું. માળિયા પોલીસે બંને આરોપીઓ
વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.