કૌન બનેગા કરોડપતિ 16માં અમિતાભ બચ્ચનનો પુત્ર આ શોનો મહેમાન બન્યો હતો. તે તેની અપકમિંગ ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના પ્રમોશન માટે આવ્યો હતો.
સેટ પર તેણે તેના પિતા વિશે ભાવનાત્મક રીતે વાત કરી હતી. આ સાંભળીને બિગ બી સહિત બધા ભાવુક થઈ ગયા. અભિષેક બચ્ચનની આ ફિલ્મ 22 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની છે.
અભિષેકે વ્યક્ત કરી પોતાની લાગણી
કેબીસીની હોટ સીટ પર ફરી એકવાર સિનિયર-જુનિયર બચ્ચન જોડી સામસામે હતી. ચેનલે શોનો પ્રોમો શેર કર્યો છે. શોના પ્રોમોમાં અભિષેક બચ્ચને કહ્યું, ‘પા, મને ખબર નથી કે આ કહેવું યોગ્ય છે કે નહીં. હું આશા રાખું છું કે લોકો ગેરસમજ ન કરે. પણ આજે આપણે અહીં બેઠા છીએ, રાતના 10 વાગ્યા છે. મારા પિતા સવારે 6:30 વાગ્યે ઘરેથી નીકળ્યા જેથી અમે સવારે 8-9 વાગ્યે આરામથી જાગી શકીએ. પિતા તેમના બાળકો માટે શું કરે છે તે વિશે કોઈ વધુ બોલતું નથી, તેઓ તે ચૂપચાપ કરે છે. અભિષેકને સાંભળીને અમિતાભ બચ્ચન પણ ભાવુક થઈ ગયા હતા.
બિગ બી 82 વર્ષની ઉંમરે પણ એક્ટિવ
અભિષેક બચ્ચન આ પહેલા કૌન બનેગા કરોડપતિમાં પણ જોવા મળ્યો છે. તેની બહેન શ્વેતાએ પણ આવીને કહ્યું કે પિતા આ ઉંમરે પણ કામ કરે છે, તે પ્રેરણાદાયક છે. અમિતાભ બચ્ચન 82 વર્ષના છે. તે હજુ પણ ટીવી, જાહેરાતો અને ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.
યુઝર્સની સામે આવી પ્રતિક્રિયા
સોની ટીવીએ કૌન બનેગા કરોડપતિ 16નો પ્રોમો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું છે કે અભિષેકના શબ્દોએ એબીને ભાવુક કરી દીધા. યુઝર્સ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક મીડિયા યુઝરે લખ્યું છે કે’બહુ સારું’. અન્ય યુઝરે લખ્યું છે કે ‘પિતા-પુત્રની જોડી શાનદાર છે.’ અન્ય યુઝરે લખ્યું છે કે ‘આ એપિસોડની રાહ જોઈ રહ્યા છીએ. અભિષેક બચ્ચનની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક 22 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં જોની લીવર અને અહિલ્યા બમરુ લીડ રોલમાં છે.