35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઅમદાવાદગુજરાતમાં અણધાર્યા વરસાદના એંધાણ: 24 ઑક્ટોબર સુધી આ વિસ્તારોમાં પડી શકે છે...

ગુજરાતમાં અણધાર્યા વરસાદના એંધાણ: 24 ઑક્ટોબર સુધી આ વિસ્તારોમાં પડી શકે છે માવઠું | ambalal patel rain prediction on 17 to 24 oct know about cyclone system



Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં હજુ તો ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી નથી, ખેડૂતો વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હજુય મેઘરાજા ગુજરાતની વિદાય લે તેવા મૂડમાં જણાતા નથી. આગાહીકાર અંબાલાલ પટેલે વાવાઝોડા અને માવઠાંના વાવડ આપ્યા છે, જે ખેડૂતો માટે પડ્યા પર પાટૂ સાબિત થઈ શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આજથી જ હવામાનમાં પલટો આવશે. ગરમી વચ્ચે તારીખ 17 થી 24માં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના પણ જણાવી છે. 

આ પણ વાંચોઃ હજુ તો ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી: અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે વાતાવરણ પલટો

આ વિસ્તારોમાં પડશે માવઠું

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાંક વિસ્તારોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે. આમ, ગરમી બાદ તુરંત માવઠું થવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ નવા યાર્ડ વિસ્તારમાં ગંદા પાણીના મુદ્દે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અને સ્થાનિક રહીશો દ્વારા પ્રતિક ઉપવાસ

વાવાઝોડાંની કરી આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ, તારીખ 22 ઓક્ટોબરથી એક મજબૂત સિસ્ટમ બનશે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પશ્ચિમી વિક્ષોભ આવશે. જેની અસરથી દક્ષિણ પૂર્વીય તટો પર બરફ પડવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી ગુજરાતના માથે વરસાદના વાદળો ઘેરાઈ શકે છે. 7 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં બીજું એક વાવાઝોડું આવશે. જેના કારણે 7 થી 9 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું આવી શકે છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય