32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાલાલબાગ-કુંભારવાડાની પાણીની લાઈન માત્ર કાગળ પર હોવાના આક્ષેપ : કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા...

લાલબાગ-કુંભારવાડાની પાણીની લાઈન માત્ર કાગળ પર હોવાના આક્ષેપ : કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માગ | Allegation that Lalbaug Kumbharwada water line is only on paper: Demand to blacklist contractor



Vadodara : વીજળીના ભારે કડાકા ધડાકા સાથે જોરદાર પવન ફૂંકાવા સાથે ગઈ સાંજે પડેલા ધોધમાર અડધો ઇંચ વરસાદમાં ખંડેરાવ માર્કેટ સ્થિત વેરાઈ માતા ચોકમાં વરસાદી પાણી ઘૂંટણ સમા ભરાઈ જતા સ્થાનિક ફ્રુટ બજાર, શાકભાજી બજાર સહિત મુખ્ય રસ્તા પર ભરાયેલા પાણીને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ચોમાસા અગાઉ આ વિસ્તારમાં નવી વરસાદી લાઈન નાખવામાં આવી હોવા છતાં પણ આ જ સ્થિતિ સર્જાતા તંત્રની કામગીરી પર જાત જાતના આક્ષેપો થયા છે. 

ઉલ્લેખનીય છે કે ગત મોડી સાંજે વીજળીના ભારે કડાકા ધડાકા અને ભારે પવન સાથે એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર અડધો ઇંચ પડેલા આ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત વાહન વ્યવહારથી ધમધમતા અને  રાહદારીઓની ચહલ પહલ વાળા  ખંડેરાવ માર્કેટ વિસ્તારના વેરાઈ માતા ચોકમાં અને ફ્રુટના વેપારીઓની દુકાનો છે અને શાકભાજીના પણ અનેક ગોડાઉન આવેલા છે. ધોધમાર પડેલા અડધો ઇંચ વરસાદમાં આ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. પરિણામે ફ્રુટ બજાર અને શાકભાજી બજારના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. જ્યારે બીજી બાજુ આ વિસ્તારમાં ચોમાસા અગાઉ જ વરસાદી લાઈન નંખાઈ હોવાનું વોર્ડ નં.13ના કોર્પોરેટર બાળુ સુર્વેએ જણાવ્યું છે. જો નવી લાઈન નંખાયા છતાં પણ આ સ્થિતિ હોય તો નવી વરસાદી લાઈન નંગ થાય છે કે કેમ એ બાબતે અનેક શંકા કુશંકાઓ થાય એ સ્વાભાવિક છે એવો આક્રોશ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાલબાગ કુંભારવાડાની લાઈન પણ માત્ર કાગળ પર હોય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. આ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. વરસાદી કાસ માત્ર કાગળ પર હોવાનું તેમનું કહેવું છે. ભ્રષ્ટ અધિકારીઓએ માત્ર સહયોગ કરીને કોન્ટ્રાક્ટરોને બિલના નાણાં ચૂકવી દીધાનો પણ બાળુ સુર્વે આક્ષેપ કર્યો છે. આવા કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરીને બ્લેકલિસ્ટ કરવા પણ તેમણે માંગ કરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય