અમદાવાદ જ નહીં પણ ગુજરાતના લોકો માટે ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં સિંધુભવન ખાતે આગામી વર્ષોમાં દુનિયામાં એક અનોખી ઓળખ ધરાવતા નજારોમાં ગણતરી થાય તેવું આઈકોનિક ગગનચૂંબી ટાવર બનવાનું છે.
સિંધુભવન ઓક્સિનજ પાર્કની બાજુમાં વર્ટિકલ સ્ટ્રક્ચરની દૃષ્ટિએ ભારતનું સૌથી ઊંચુ ગગનચુંબી 175 મીટરનું સિટી સ્ક્વેર સેન્ટર બનશે. 175 મીટરની ટોચ પર સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કાફે એરિયા, એમ્ફીથિયેટર હશે. ટોચ પર એકસાથે 75 લોકો અમદાવાદના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકશે. મ્યુનિ. અધિકારીઓએ દાવો કર્યો છે કે, વર્ટિકલ સ્ટ્રક્ચરની દૃષ્ટિએ આખા ભારતમાં આ પ્રકારનું બિલ્ડિંગ ક્યાંય નહીં હોય.
આ બિલ્ડિંગમાં પેરિસ, ન્યુયોર્ક. લંડન, ટોક્યો જેવા શહેરમાં રહેલા સિટી સ્કેવર સેન્ટર જેવા અત્યાધુનિક સુવિધાઓ અને સિક્યોરિટી ફિચર્સ હશે. સરકાર તરફથી પ્રિલિમનરી ડિઝાઈન ફાઈનલ કરી દેવાઇ છે. 110 કરોડથી વધુ ખર્ચ થવાનો પ્રાથમિક અંદાજ મુકાયો છે. સિંધુભવન ખાતે મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બે અલગ અલગ પ્લોટને ભેગા કરી સિટી સ્કેવર સેન્ટર બનશે. આગામી દિવસોમાં પ્રથમ બંને પ્લોટનું સોઈલ ટેસ્ટિંગ કરાશે. જેના રિપોર્ટ બાદ આગામી ત્રણ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા કરાશે. આગામી ત્રણ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા કરાશે. આ બિલ્ડીંગ એક અર્બન 7 પ્લાઝા જેવું રહેશે. જેમાં લગ્ન, ગેટ ટુ ગેધર, બર્થડે 2 પાર્ટી સહિતના વિવિધ કાર્યક્રમો યોજી શકાશે.
ગ્રાન્ટ માટે સરકારમાં દરખાસ્ત કરાઇ છે
સિટી સ્ક્વેર સેન્ટર માટે અંદાજે 110 કરોડથી વધુ ખર્ચ થવાનો મ્યુનિ. કોર્પોરેશને અંદાજ મૂક્યો છે. આ ખર્ચને પહોંચી વળવા મ્યુનિ.એ ગ્રાન્ટ માટે રાજ્યના શહેરી વિભાગમાં દરખાસ્ત મોકલી આપી છે. મ્યુનિ. તરફથી કરાયેલી રજૂઆતને સરકાર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હોવાનું મનાય છે. પરંતુ હજી ગ્રાન્ટ માટે સરકાર હું તરફથી સત્તાવર મંજુરી મળી નથી. કદાચ પીપીપી ધોરણે પણ પ્રોજેકટ પ્રમોટ કરાય તેવી શક્યતા છે.
ગ્લોબલ સ્કેલ ધરાવતા ડેવલપર્સને ટેન્ડરમાં આમંત્રણ
ભારતના વર્ટિકલ સ્ટ્રક્ચરની દૃષ્ટિએ ગગનચુંબી બિલ્ડિંગમાં ગ્લોબલ વોર્મિંગથી થતી અસરો અંગે પૂરેપૂરું ધ્યાન રાખી શકે તે માટે ભારત સહિત ઇન્ટરનેશનલ કક્ષાએ ગ્લોબલ સ્કેલ ધરાવતા ડેવલપર્સને ટેન્ડરમાં આમંત્રણ અપાશે. આ ઉપરાંત બહોળો અનુભવ ધરાવતાં ડેવલપર્સ પણ રસ ધરાવે તેનું ધ્યાન રખાશે.
ટોચથી એકસાથે 75 લોકો અમદાવાદને નિહાળી શકશે
- ગ્રાઉન્ડ ફલોરથી ઉપર એક લોવર ગ્રાઉન્ડ અને અપર ગ્રાઉન્ડ સહિત અંદાજિત ૧૭૫ મીટર ઊંચાઈનો ટાવર બનશે
- નીચલા મેદાનમાં દુકાનો બનાવવામાં આવશે
- બિલ્ડિંગના ટોપ પરથી આખા અમદાવાદનો અદભૂત નજરો જોઇ શકાશે
- ૧૭૫ મીટરનાં ટાવરની વચ્ચે 40 મીટરની ઊંચાઈ ઉપર બે ફ્લોરમાં રેસ્ટોરાં બનશે, જેમાં 900 વ્યક્તિઓ બેસી શકશે
- ટોચ પર સ્કાય ડેક -અને અને સ્કાય વોકનો સમાવેશ થશે, એકસાથે ૭૫ લોકો અમદાવાદના મનોહર દશ્યોનો આનંદ માણી શકશે
- બે ફલોર રેસ્ટોરન્ટનું 6,485 ચો.મી.જેટલું બાંધકામ 40 મીટરની ઊંચાઈમાં વર્તુળ આકારમાં કરવામાં આવશે
- બે હફ્લોરની રેસ્ટોરન્ટ ઉપર ટેરેસ ડેક કાફેમાં એકસાથે અંદાજિત 200 વ્યક્તિ બેસી શકે તેવું આયોજન હશે
- પ્લાનિંગ-ડિઝાઇનિંગમાં ગ્રાઉન્ડ ફલોરથી નીચે 14.00 મીટરમાં ત્રણ બેઝમેન્ટ
- પાર્કિંગની વ્યવસ્થા માટે બેઝમેન્ટ-1માં 210 કાર, બેઝમેન્ટ-૨માં 200 કાર, બેઝમેન્ટ-3માં 1,465 ટુવ્હીલર
- લોવર ગ્રાઉન્ડમાં શોપસ અને આર્ટ ગેલેરી બનશે
- અપર ગ્રાઉન્ડમાં ચાર ખૂણામાં ફફૂ ડિઓસ્ક તથા 450 વ્યક્તિઓ બેસી શકે તેવું એમ્ફીલિયેટર બનશે
- ગાર્ડન, ફૂડ કોર્ટ, બેસવાની વ્યવસ્થા, વોટર ફાઉન્ટેન વગેરે ડેવલપ કરી એક અર્બન પ્લાઝા તરીકે ડેવલપમેન્ટ કરાશે
- 175 મીટરના ટાવરની 40 મીટરની ઊંચાઇથી 175 મીટરની વચ્ચે ડિજિટલ સ્કીન બનાવાશે, જેમાં સતત જાહેરાત પ્રસિદ્ધ થશે
- બિલ્ડિંગમાં તમામ પ્રકારના ડિજિટલ ફિચર્સને આવરી લેવાશે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અત્યાધુનિક રહેશે