Rajkot News | હાલ અમદાવાદ ખાતે રહેતી શિક્ષિકા પર રાજકોટનાં કાલાવડ રોડ જેવા પોશ એરીયામાં રહેતા તેના જેઠે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
ભોગ બનનાર શિક્ષિકાએ પોલીસને જણાવ્યું કે, 2011માં રાજકોટમાં રહેતા યુવાન સાથે તેના લગ્ન થયા હતાં. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના થોડા દિવસો પછીથી જ જેઠે તેને ખરાબ નજરથી જોવાનું શરૂ કર્યું હતું.