અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉની ફરિયાદ ધ્યાને ન લેતા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાગડાપીઠ પીઆઇ એસ.એ.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસમાં બેદરકારી રાખતા અધિકારીઓ સામે પોલીસ કમિશનરે એક્શન લીધા છે અને બેદરકાર અધિકારીઓ સામે પોલીસ કમિશનરે મોટી કાર્યવાહી કરી છે.
બુટલેગર અને તેના સાગરિતોએ હત્યા કર્યાનું અનુમાન
અમદાવાદના કાગડાપીઠમાં યુવકની છરીના ઘા મારી યુવકની હત્યા કરવાની ઘટના બની છે. જયેન્દ્ર પંડિત નગર પાસે ઘટના બની છે. બિલ્લો નામના બુટેલગરે હત્યા કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બુટલેગર અને તેના સાગરિતોએ હત્યા કર્યાનું અનુમાન છે. ત્યારે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ દરમિયાન મૃતકના પરિજનોએ સિવિલ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો છે.
અગાઉ પણ માથાકૂટની પોલીસને જાણ કરી હતી: પરિવારજનો
પરિવારજનોએ પોસ્ટમોર્ટમ વોર્ડમાં સામે જ હોબાળો મચાવ્યો છે. ત્યારે પોલીસની કામગીરી પર પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. પોલીસની ઢીલાશને લઈ હત્યા થઈ છે તેવું પરિજનો કહી રહ્યા છે. અગાઉ પણ માથાકૂટની પોલીસને જાણ કરી હતી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે પરિવારજનો કહી રહ્યા છે કે આરોપી ઝડપાશે પછી મૃતદેહ સ્વીકારીશું.
અમદાવાદમાં સતત વધી રહી છે ગુંડાગીરી
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાની બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી અને આ હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ 4 આરોપીઓની ધરપકડ અત્યાર સુધી કરી લીધી છે. જેમાં એક આરોપી મૃતકનો જ ભત્રીજો છે, જેણે હત્યા કિલિંગ માટે સોપારી પણ આપી હતી અને બીજા ત્રણ આરોપીઓ કે જેઓ હત્યામાં સામેલ હતા. મધ્યપ્રદેશના રતલામાથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
માણેકબાગ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી
આ સિવાય શહેરના બોપલ વિસ્તારમાં પણ એક વિદ્યાર્થિની હત્યા કરવામાં આવી હતી, તેનો આરોપી પોતે જ પોલીસવાળો નીકળ્યો હતો. ત્યારે બે દિવસ પહેલા શહેરના માણેકબાગ વિસ્તારમાં પણ મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી, તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.