35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: પોલીસ મનફાવે તેમ સત્તાનો દુરુપયોગ કરે તે ન ચાલે : HC

Ahmedabad: પોલીસ મનફાવે તેમ સત્તાનો દુરુપયોગ કરે તે ન ચાલે : HC


અમદાવાદ જિલ્લાના ત્રણ પોલીસ મથકોમાંથી કોમર્શિયલ તકરારમાં પૈસાની ઉઘરાણીને લઇ એક વેપારીને ફોન કરી ધમકીઓ અને સમન્સ આપવાના ચકચારભર્યા કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામીનો ઉધડો લીધો હતો.

જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે પોલીસ તંત્રના ભ્રષ્ટાચારી અને સત્તાના દૂરપયોગના વલણને લઇ ફ્ટકાર લગાવતાં જણાવ્યું હતું કે, પોલીસને કેમ રિકવરીમાં બહુ રસ હોય છે? મલાઇ મળે છે એટલે? પોલીસ મન ફવે એ રીતે સત્તાનો દુરુપયોગ કરે એ ચાલશે નહી. પોલીસનું કામ માત્ર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાનું છે અને તે પણ કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા સાથે. પોલીસનું કામ કંઇ રિકવરી એજન્ટનું નથી. હાઇકોર્ટે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે.

હાઇકોર્ટે ગંભીર અવલોકનો સાથે હુકમની નકલ રાજયના પોલીસ વડા, ડીઆઇજી અને શહેર પોલીસ કમિશનરને મોકલી આપવા હુકમ કર્યો હતો કે, જેથી સમગ્ર સિસ્ટમમાં સુધારો થઇ શકે. જેતપુરમાં ભાગીદારીમાં એગ્રી બિઝનેસ કરતાં એક વેપારીને છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા પોલીસમથકમાંથી ફોન આવતાં હતા અને પીઆઇથી લઇ ડીવાયએસપી સુધીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂ.21 લાખની ઉઘરાણી કરી ફરિયાદીને પૈસા આપી દેવા ધમકી આપી સમન્સ અપાયા હતા. પોલીસના ત્રાસ-હેરાનગતિથી કંટાળી વેપારીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી, જેમાં હાઇકોર્ટે આજે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપીને કોર્ટ રૂબરૂ હાજર રખાવ્યા હતા. હાઇકોર્ટે અદાલત સમક્ષ હાજર રહેલા મહિલા ડીવાયએસપી નીલમ ગોસ્વામીને ગંભીર ઠપકો આપતાં જણાવ્યું કે, બેન, શું ચાલી રહ્યુ છે આ બધુ? શું પોલીસને માત્ર રિકવરીમાં જ રસ હોય છે? બાવળા, ચાંગોદર પાસે આટલો બધો ટ્રાફ્કિજામ થઇ જાય છે અને તમારા પોલીસવાળા સાઈડમાં એમ ને એમ ઉભા હોય છે એ તમને દેખાતુ નથી. એ બધુ પોલીસની ડયુટીમાં આવે કે કોઇના પૈસા બાકી છે તે કઢાવવાનું કામ પોલીસની ફરજમાં આવે? બધા તલવાર લઇને ફરતા હોય છે અને ફાયરિંગ કરતા હોય છે તેઓને કંટ્રોલ કરવામાં તમારી શકિત લગાડવાની હોય કે આવી બધી બાબતમાં…?

વેપારી વિવાદમાં રસ લઈ પતાવટમાં પડો છો તેનું શું કારણ?

ગુજરાત હાઈકોર્ટએ પોલીસની આલોચના કરતાં જણાવ્યું કે, આ એક બિઝનેસનો વિવાદ છે. દિવાની તકરારનો દેખીતો આ કેસ છે. તેમાં દાવા-દૂવી કરવાના હોય તો પોલીસ તેની રીતે રસ લઇ વર્તે છે. શું પોલીસ આ બધા માટે છે…? અને આવી બાબતમાં વધારે પડતો રસ લઇ પતાવટ કરવામાં પડો છો..? તેનું કારણશું..? આ બધુ વધારે પડતું છે. તમારા અધિકારીઓએ આનો સામનો કરવો પડશે. આ તમારું કામ નથી. પોલીસે એક મર્યાદામાં રહેવાનું હોય. પોલીસ મનફવે એ રીતે સત્તાનો દુરુપયોગ કરે એ નહી ચાલે. પોલીસ લેણદારો દેવાદારને બોલાવે છે.. પોલીસ શા માટે આવી બધી બાબતોમાં પડે છે.?

સરકારે રજૂ કરેલો જવાબ સ્વીકારવાનો હાઈકોર્ટનો ઈનકાર

હાઇકોર્ટે સરકારપક્ષ તરફ્થી રજૂ કરાયેલો જવાબ સ્વીકારવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો. સરકારી વકીલ તરફ્થી બચાવ કરાયો કે, અરજદાર વિરુધ્ધની બધી અરજીઓનો નિકાલ કરી દેવાયો છે પરંતુ હાઇકોર્ટે સીધો જ સવાલ કર્યો કે, પણ પોલીસે આવી નોટિસ આપી જ કેમ અને કયા આધાર પર..? હાઇકોર્ટે સમગ્ર મામલે સંબંધિત ઉચ્ચ અધિકારીઓને ખુલાસા સાથેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.25મી ઓકટોબર પર રાખી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય