AMC દ્વારા ચોમાસામાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો ઝડફથી નિકાલ થઈ શકે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવેલા તે હેતુસર જળસંચય કરવાની નેમ સાથે શહેરમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં પરકોલેટિંગ વેલ બનાવવામાં આવશે.
પ્રાથમિક અંદાજ મુજબ શહરમાં 40 હજાર જેટલા પરકોલેટિંગ વેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ડિઝાઈનમાં સુધારો કરાયો અને 120 મી. ઊંડા પરકોલેટિંગ વેલ બનાવવામાં આવશે. શહેરની વધુ સસોસાયટીઓ પરકોલેટિંગ વેલ માટે તૈયાર થાય તે હેતુસર નાગિરકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પરકોલેટિંગ વેલ માટે 70:20:10 યોજના જાહેર કરવામાં આવી છે અને AMC દ્વારા આ સ્કીમનો અમલ કરવામાં આવી રહ્યો છે અને પરકોલેટિંગ વેલ બનાવવા માટે વધુને વધુ સોસાયટીઓ આગળ આવે તે હેતુસર પરકોલેટિંગ વેલ માટે જે તે વિસ્તારોનો કોર્પોરેટરો પણ બજેટ ફાળવી શકશે. આમ, પરકોલેટિંગ વેલ માટે રહેણાંક સોસાયટીઓએ કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પરકોલેટિંગ વેલ માટે AMCને રૂ. 160 કરોડનું બજેટ ફાળવ્યું છે. AMC દ્વારા પરકોલેટિંગ વેલ માટેની જૂની ડિઝાઈનમાં ફેરફાર કરીને નવી ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે અને 120 મીટર ઊંડા પરકોલેટિંગ વેલ બનાવવામાં આવશે. જેના પરિણામે વરસાદી પાણી સીધેસીધું જમીનમાં ઉતરશે અને ભૂગર્ભ જળસ્તર ઉંચા આવશે. AMC દ્વારા પરકોલેટિંગ વેલ બનાવવા માટે 8 એજન્સીઓ આગળ આવી છે અને આ કામગીરી માટે વધુ એજન્સીઓ, NGO આગળ આવે તેને પણ પરકોલેટિંગ વેલ બનાવવાની કામગીરી ફાળવવામાં આવશે.