35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: પ્રથમ વર્ષ LLBમાં પ્રવેશ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન

Ahmedabad: પ્રથમ વર્ષ LLBમાં પ્રવેશ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન


બાર કાઉન્સીલ ઓફ્ ઇન્ડિયા તરફ્થી મંજૂરી નહી મળવાથી તેમ જ રાજય સરકારના ઉદાસીના વલણના કારણે આ વર્ષે ગ્રાંટ ઇન એઈડ કોલેજોમાં એલએલબીના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ થઇ શકયો નહી હોવા સહિતના ગંભીર ફરિયાદ કરતી રિટ હાઇકોર્ટમાં થઇ છે.

જેની સુનાવણીમાં હાઇકોર્ટે સમગ્ર મામલે રાજય સરકારને તેનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો છે. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે વિદ્યાર્થીઓના પ્રવેશ અટકાવવાના મામલાને બહુ ગંભીર ગણાવ્યો હતો. કેસની સંવેદનશીલતા ધ્યાને લઇ હાઇકોર્ટે આ કેસમાં રાજયના એડવોકેટ જનરલને હાજર થવા તાકીદ કરી હતી.

વિદ્યાર્થીઓ તરફ્થી એડવોકેટ શિવાંગ પ્રકાશ જાનીએ અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યુ કે, આ મેટરમાં બહુ ગંભીર પ્રશ્ન હોઇ ચીફ્ જસ્ટિસના હસ્તક્ષેપની જરૂરિયાત જણાય છે. રાજયમાં કુલ 28 ગ્રાંટ ઇન એડ લો કોલેજો આવેલી છે. રાજય સરકારની પોલિસી મુજબ, એક કલાસમાં 120 વિદ્યાર્થી હોવા જોઇએ. એક કલાસ માટે ચાર પ્રોફેસર અને એક પ્રિન્સીપાલ ફળવાશે. રાજય સરકાર 120 વિદ્યાર્થીઓનો એક કલાસ ગણી તે મુજબ ગ્રાંટ આપે છે, જયારે બીસીઆઇએ કલાસ દીઠ 60 વિદ્યાર્થીઓની જ માન્યતા આપી છે. બીજા કોઇ કલાસ માટે ગ્રાંટેડ કોલેજોને સરકાર ગ્રાંટ આપતી નથી. જેથી ગ્રાંટેડ લો કોલજોમાં વર્ગો અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર રીતે ઘટી ગઇ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય