35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: શિક્ષણ વિભાગની સૂચનાને નેવે મૂકી વધુ એક સ્કૂલ ચાલી પ્રવાસ!

Ahmedabad: શિક્ષણ વિભાગની સૂચનાને નેવે મૂકી વધુ એક સ્કૂલ ચાલી પ્રવાસ!


વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ રાજ્યભરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવાના નિયમ વધુ કડક કરવામાં આવ્યા હતા, ત્યારે અમદાવાદની એક સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની પરવાનગી વિના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, હરણીકાંડ બાદ બાળકોને પ્રવાસ લઇ જવા પ્રતિબંધ છે છતા અમદાવાદમાં શાળા સંચાલકો બેફામ બન્યા છે. વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ રાજ્યભરમાં સ્કૂલોને પ્રવસને લઇ કડક સૂચનાઓ આપવા છતા અમુક શાળા સંચાલકો શિક્ષણ વિભાગની સૂચનાને નેવે મૂકીને પ્રવાસ પ્રવાસ લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

શિક્ષણ વિભાગના નિયમને ઘોળીને પી જતા સંચાલકો

અમદાવાદની વધુ એક સ્કૂલએ શિક્ષણ વિભાગની જાણ વિના પ્રવાસ યોજ્યો હતો. ગાંધીનગર DEO કચેરી હસ્તક આવેલી અમદાવાદ પબ્લિક સ્કૂલે ભારત-પાકિસ્તાન બોર્ડર પર બાળકોને પ્રવાસે લઇ ગયા હતા. પ્રવાસે જતા પહેલા મંજૂરી નહોતી લીધી હોવાનું સામે આવ્યું છે. આ પ્રવાસને લઇ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ભારે રોષ પણ વ્યાપ્યો છે. અનેક પ્રશ્નો શાળા સંચાલકો પર ઉઠી રહ્યા છે. શુ સ્કૂલ સંચાલકો હરણીબોટ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન કરવા માંગે છે.? અગાઉ પણ સેવનથ ડે સ્કૂલે પણ યોજ્યો હતો પ્રવાસ… વાલીઓએ સંતાનોને સ્કૂલ પ્રવાસમાં મોકલવા એકવાર ખરાઈ કરવાની જરૂર છે.

બેદરકારીના પ્રવાસ પર સ્કૂલ પ્રિન્સિપાલનો ચોંકાવનાર જવાબ

પ્રવાસ અંગે શાળાના આચાર્યનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, આ પ્રવાસ નહી પણ એજ્યુકેશન ટ્રીપ હતી. પ્રવાસની મંજૂરી માટે DEO ઓફિસ ગયા હતા. SOP તૈયાર ન હોવાથી મંજૂરી મળી ન હતી



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય