નહેરુનગર ટાગોર પોલીસ ચોકીની બાજુમાં અજાણ્યા શખ્સે વેપારી બદાજી મોદી પર ફાયરીંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં વેપારીને હોસ્પિટલમાં ખસેડાતા બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ફાયરિંગનો મામલો હત્યામાં ફેરવાયો છે. પરિવારજનોનો હોસ્પિટલની બહાર હોબાળો કર્યો હતો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
ફાયરિંગની ઘટનામાં વેપારીને હોસ્પિટલમાં ખસેડાતા બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે મૃતકના દીકરાએ સંબંધીએ જ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ કર્યો છે અને કહ્યું કે કૌટુંબિક ઝઘડામાં પિતાની હત્યા કરવામાં આવી છે. રમેશ ખેતાજી, અશોક ખેતાજી, પ્રકાશ ખેતાજી અને રણજિત ખેતાજી પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. મૃતકના પરિવારને આશંકા છે કે ખેતરામ મોદીની હત્યાના બદલે હત્યા કરવામાં આવી છે અને અત્યારે મૃતકના પરિવારની માંગ છે કે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે. એટલું જ નહીં આરોપીની ધરપકડ ન થવા સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દીધો છે.
https://x.com/sandeshnews/status/1858021286133510492
શું હતો મામલો?
નહેરુનગર પાસે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. નહેરુનગર ટાગોર પોલીસ ચોકીની બાજુમાં અજાણ્યા શખ્સે એક વ્યક્તિ પર ફાયરીંગ કર્યું છે. મળતી માહિતી મુજબ, મહાલક્ષ્મી શાકભાજી દુકાન ધરાવતા વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. એક્ટિવા પર આવેલા શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત વેપારીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો છે. કૌટુંબિક ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. એલીસબ્રિજ પોલીસ ધટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.